આ પહેલા સરકારે નવી નોટના ઉપાડ માટે સરકારી કંપનીઓના પેટ્રોલ પંપ અને બિગબજારના રિટેલ સ્ટોર્સ પર આ સુવિધા શરૂ કરી છે. હાલમાં અંદાજે 3700 પેટ્રોલ પંપ પર પોઈન્ટ ઓફ સેલ્સ (પીઓએસ) મશીનોની શરૂઆત કરવામાં આવી છે જ્યાંથી લોકો ડેબિટ કાર્ડના માધ્યમથી રોકડ ઉપાડી શકે છે.
2/5
આ અંગે ઓલાના મુખ્ય ઓપરેશન અધિકારી પ્રણ જીવરાજકાએ જણાવ્યું કે, શરૂઆતમાં આ સુવિધાના પરિણામ સારા મળી રહ્યા છે અને OLA બેંકોની સાથે આ સેવાનું વિસ્તરણ અન્ય શહેરમાં કરવાની સંભાવના પર વિચાર કરી રહી છે.
3/5
OLAએ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત આ સેવા કોલકાતમાં પીએનબી અને હૈદ્રાબાદમાં એસબીઆઈ અને આંધ્રા બેંકની સાથે શરૂ કરી હતી. અહીં OLAની કેબમાં પીઓએસ મશીનના માધ્યમથી બેંક અધિકારી દ્વારા 2000 રૂપિયા રોકડ ઉપાડની સુવિધા આપવામાં આવી હતી.
4/5
તે અંત્રગત હવે તમે OLAની કેટલીક પસંદગીની ટેક્સી પર ડેબિટ કાર્ડ દ્વારા રોકડ ઉપાડની સુવિધા મેળવી શકોછો. તેના માટે કંપની ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) અને પંજાબ નેશનલ બેંક (પીએનબી)ની સાથે ભાગીદારી કરી રહી છે.
5/5
નવી દિલ્હીઃ રોકડની મુશ્કેલીને કારણે ATMની લાઈનમાં ઉભા રહેતા લોકો માટે સારા સમાચાર છે. એપ આધારિત ટેક્સી સર્વિસ આપતી કંપની OLAએ મોબાઈલ એટીએમ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે.