Gujarat Police: અમદાવાદમાં પોલીસ સામે ગુંડાગર્દી ગુંડાઓને પડી ભારે!
અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર અસામાજિક શખ્સની પોલીસે કરી ધરપકડ.. ગરીબનગરમાં તલવાર સાથે તોફાની તત્વોએ મચાવ્યો હતો આતંક. સમીર ઉર્ફે ચીકના મહેબૂબ મિયા નામના આરોપીની ધરપકડ, અન્ય આરોપીઓની શોધખોળ શરૂ.
રખિયાલમાં લુખ્ખાઓના આતંકને લઈ બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહનો મોટો દાવો. અસામાજિક તત્વોનો અડ્ડો બનેલા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની કરી માગ.. ગૃહરાજ્યમંત્રીને પણ અગાઉ અસામાજિક તત્વો અંગે કરાઈ છે રજૂઆત. લઘુમતી સમાજના અસામાજિક તત્વો ગુંડાગર્દી કરતા હોવાનો આરોપ..
અમદાવાદના રખિયાલમાં હથિયારો વડે જાહેરમાં આતંક મચાવનારા સમીર ઉર્ફે ચીકનાને પોલીસે ઝડપી લીધો. તો બાપુનગરના ટપોરી ફઝલ શેખને પણ પોલીસે રામોલથી દબોચી લેવાયો. ફઝલ શેખની પોલીસે એવી સર્વિસ કરી કે સીધો પહોંચ્યો એમ્બ્યુલંસમાં. લુખ્ખાને ચાલવામાં પણ પડ્યા ફાંફાં.. અમદાવાદમાં ગુંડાગીરી કરનાર બે લુખ્ખાઓને પકડવામાં પોલીસને મળી સફળતા. ઝડપાયેલા ફઝલે ગત રાતે જ રીલ બનાવી પોલીસની આપી હતી ધમકી..અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરુ. આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ ભૂતકાળમાં થઇ છે કાર્યવાહી. અમદાવાદના રખિયાલમાં વધેલી ગુંડાગીરીની ઘટનાને લઇ બે પોલીસ કર્મીઓ સામે થશે કાર્યવાહી. રખિયાલ પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહીનો આદેશ..પોલીસ કમિશનરની સૂચનાથી બે પોલીસ કર્મીઓને કરાશે સસ્પેન્ડ.
અમદાવાદમાં વધી રહેલા ગુંડારાજને લઇ કોંગ્રેસે સરકારને લીધી આડેહાથ. સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલનો આરોપ. ગુંડાઓ સામે કાર્યવાહી થવી જ જોઈએ તેવી કોંગ્રેસે કરી માગ..