Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
પંચમહાલ: નેશનલ પંચાયત એવોર્ડ-૨૦૨૪ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-૨ પંચાયતને દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" તરીકે પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
પંચમહાલ: નેશનલ પંચાયત એવોર્ડ-૨૦૨૪ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-૨ પંચાયતને દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" તરીકે પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના નેતૃત્વ હેઠળ પંચાયત વિભાગ દ્વારા તમામ જિલ્લાઓ સાથે સતત બેઠકો તેમજ વિડિયો કોન્ફરન્સથી જરૂરી સૂચના આપવામાં આવતી હતી. જેના પરિણામ સ્વરૂપે દેશની અંદાજે ૧.૯૪ લાખ ગ્રામ પંચાયતના નોમીનેશન પૈકી ‘નેશનલ પંચાયત એવોર્ડ-૨૦૨૪’માં પંચમહાલ જિલ્લાની ઘોઘંબા તાલુકાની વાવકુલ્લી-૨ દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" તરીકે પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત કરી પ્રથમ પુરસ્કાર તરીકે રૂ. ૧ કરોડની રકમ ગ્રામ પંચાયતને આપવામાં આવી છે.
"સુશાસનમાં અવ્વલ ગુજરાત"
— Mulubhai Bera (@Mulubhai_Bera) December 18, 2024
નેશનલ પંચાયત એવોર્ડ - ૨૦૨૪ અંતર્ગત પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-૨ પંચાયતને દેશની સર્વશ્રેષ્ઠ 'સુશાસન યુક્ત પંચાયત' નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના કુશળ નેતૃત્વ હેઠળ ગુણિયલ ગુજરાતના પ્રત્યેક ગામો પ્રગતિ અને… pic.twitter.com/ebLEtOnGYL
અત્રે ઉલેખ્ખનીય છે કે, ભારત સરકાર દ્વારા નેશનલ પંચાયત એવોર્ડ ૨૦૨૪-૨૫ અંતર્ગત દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર આપવામાં આવે છે. આ એવોર્ડમાં કુલ ૦૯ થીમ આધારીત દરેક થીમમાંથી ત્રણ એવોર્ડ આપવામાં આવે છે. જેમાં પ્રથમ પુરસ્કાર માટે રૂ. ૧ કરોડ, બીજા પુરસ્કાર માટે રૂ. ૭૫ લાખ અને ત્રીજા પુરસ્કાર માટે રૂ.૫૦ લાખની રકમ એવોર્ડ તરીકે એનાયત કરવામાં આવે છે. દેશની ૪૫ એવોર્ડ વિજેતા પંચાયતોને ડિજિટલ ટ્રાન્સફર દ્વારા કુલ રૂપિયા ૪૬ કરોડની રકમ એનાયત કરવામાં આવી છે. નવી દિલ્લી ખાતે યોજાયેલ આ એવોર્ડ ગુજરાત સરકાર વતી અધિક વિકાસ કમિશનર ગૌરવ દહિયા અને નેશનલ પંચાયત નોડલ અધિકારી દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો.
સીએમ ભૂપે્દ્ર પટેલે શુભકામના પાઠવી
ઘણા આનંદની વાત છે કે પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-૨ પંચાયતને માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે 'દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર 2024' અંતર્ગત સુશાસનની શ્રેણીમાં સમગ્ર દેશમાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 11, 2024
વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયતે પ્રધાનમંત્રી આવાસ… pic.twitter.com/0iLqNkf6si
ઘણા આનંદની વાત છે કે પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-૨ પંચાયતને માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે 'દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર 2024' અંતર્ગત સુશાસનની શ્રેણીમાં સમગ્ર દેશમાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 250 જેટલા આવાસો ઉપરાંત 29 જેટલા મહત્ત્વના પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. ગ્રામજનોને ડિજિટલ સેવાઓ પૂરી પાડવામાં તેમજ આરોગ્ય સુવિધાની દ્રષ્ટિએ પણ ગ્રામ પંચાયતે ઉમદા કામગીરી કરી છે. વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયત અને સૌ ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન.
આ પણ વાંચો...