નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે પણ ઘટાડો નોંધાયો છે. ગુરુવારે પ્ટોરલ 21 પૈસા અને ડીઝલ 18 પૈસા પ્રતિ લિટર સસ્તું થયું છે. ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ 78.21 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝળ 72.89 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
2/5
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. અહીં એક લિટર પેટ્રોલ 20 પૈસા સસ્તું થયું છે જ્યારે ડીઝલ 19 પૈસા સસ્તું થયું છે. ઘટાડા બાદ પેટ્રોલ 83.72 રૂપિયા પ્રિત લિટર અને ડીઝલ 76.83 રૂપિયા પ્રતિ લિટર થયું છે.
3/5
ગુજરાતની વાત કરીએ તો ભાવ ઘટાડા બાદ અમદાવાદમાં 75.34 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલ 76.18 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે રાજકોટમાં પેટ્રોલ 77.03, ડીઝલ 77.129, વડોદરામાં પેટ્રોલ 75.9 અને ડીઝલ 76.78 અને સુરતમાં પેટ્રોલ 75.13 અને ડીઝલ 76.13 રૂપિયા પ્રતિ લિટર છે.
4/5
આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત ઘટાડો જારી છે. નિષ્ણાંતોનું માનીએ તો આગળ પણ આ રાહત મળતી રહેશે. તેનો ફાયદો ઘરઆંગણે પેટ્રોલ અને ડીઝલની કિંમતાં ઘટાડાના રૂપમાં મળશે.
5/5
પેટ્રોલ ડીઝલમાં આગળ પણ રાહત ચાલુ રહેશે કારણ કે અમેરિકાએ ઇરાન પાસેથી ક્રૂડ ખરીદવાની મંજૂરી આપી દીધી છે. કામચલાઉ ધોરણે આ રાહતનો ફાયદો ભારતને મળશે તે નક્કી છે.