શોધખોળ કરો
દેશમાં પેટ્રોલ-ડીઝલનો સૌથી વધારે ભાવ આ શહેરમાં, પેટ્રોલ 90 રૂપિયાને પાર, ડીઝલ 80 રૂપિયા, જાણો વિગત
1/3

નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝલની કિંમતનો લઈને વિપક્ષ કેન્દ્ર સરકાર પર હમલાવર છે. ત્યારે સરકાર તરફતી દલીલ કરવામાં આવી રહી છે કે કિંમતોમાં થઈ રહેલો વધારો તેના હાથમાં નથી. બીજી બાજુ આજે ફરી પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતાં 14-14 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
2/3

આ ભાવ વધારા બાદ મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ મંગળવારે 33 પૈસા મોંઘુ થીને 90.33ની સપાટીએ પહોંચી ગયું છે. આ સમગ્ર દેશમાં સૌથી વધારે ભાવ છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં મંગળવારે સતત છઠ્ઠા દિવસે પણ ભાવ વધારો થયો છે. મુંબઈમાં આજે પેટ્રોલનો ભાવ 14 પૈસા વધીને 88.26 અને દિલ્હીમાં 80.87 થયો છે. બંને શહેરોમાં 14 પૈસાનો વધારો થયો છે. મુંબઈમાં ડીઝલનો ભાવ 15 પૈસા વધીને 77.47 અને દિલ્હીમાં 14 પૈસા વધીને 72.97 થયો છે.
Published at : 11 Sep 2018 11:46 AM (IST)
View More





















