અમદાવાદઃ અમદાવાદીઓને ટૂંકમાં જ લોખંડના વજનવાળા LPG સિલન્ડરથી છૂટકારો મળી શકે છે. એટલું જ નહીં, ગૃહિણીઓની હંમેશા ફરિયાદ રહેતી હોય છે કે, રાંધણ ગેસના બાટલામાં ચોરી થાય છે અને તેમને ઓછો ગેસ મળે છે, ત્યારે હવે તમને મળનારો આ ગેસનો બાટલો તમારી દરેક સમસ્યાથી છૂટકારો આપશે.
2/5
ઇન્ડિયન ઓઈલના ચેરમેન બી. અકશોકે જ્યારે આ વિશે જણાવ્યું કે તેમણે કહ્યું કે આ હળવા સિલિન્ડરને મેળવવા માટે હાલમાં તમારે થોડી રાહ જોવી પડશે. કારણ કે તેના માટે કાયદામાં અનેક ફેરફાર કરવા પડશે. પરંતુ એટલું તો નક્કી છે કે ટૂંકમાં જ તમને ભારે ભરખમ લોખંડના સિલિન્ડરથી છૂટકારો મળવાના કોઈ સમાચાર ચોક્કસ મળશે.
3/5
પ્રારંભિક તબક્કામાં પાંચ એલપીજી સિલિન્ડર સાથે અમદાવાદ અને પૂણેમાં પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ સિલિન્ડર ત્રણ કેટેગરીમાં બનાવવામાં આવ્યા છે. બે કિલો, પાંચ કિલો અને 10 કિલો વજનના સિલિન્ડર બનાવવામાં આવ્યા છે. આ ગેસના બાટલા હિન્દુસ્થાન પેટ્રોલિયમ દ્વારા તૈયાર કરાવવામાં આવ્યા છે.
4/5
ઇન્ડિયન ઓઈલ કમ્પોઝિટ મટિરિયલથી બનેલ ખૂબ જ હળવો ગેસ સિલિન્ડર બજારમાં ઉતારશે. જે લોખંડના ગેસ સિલિન્ડરની તુલનામાં ખૂબ જ હલકો હશે. એટલે કે, ભારે ભરખમ એલપીજી સિલિન્ડરને ઉપાડવા, રાખવા, જગ્યા બદલવામાં કોઈ મુશ્કેલી નહીં થાય. એટલું જ નહીં આ ગેસનો બાટલો ટ્રાન્સપરન્ટ હોવાથી બાટલામાંથી ગેસ કાઢી લીધો છે કે નહીં, તે સ્પષ્ટ જોઇ શકાશે. જેથી ગેસની ચોર થતી પણ અટકશે.
5/5
હાલમાં LPGનો ઘરેલુ સિલિન્ડર અંદાજે 30 કિલો વજનનો હોય છે, જેમાં 15 કિલો ગેસ હોય છે. એટલે કે બાકીનો 15 કિલો વજન લોખંડનો હોય છે. પરંતુ ઇન્ડિયન ઓઈલનું નવું સિલિન્ડર આ તસવીરને બદલી નાંખશે. ઇન્ડિયન ઓઈલ હવે માત્ર 4 કિલો વજનના સિલિન્ડરમાં રાંધણગેસ આપવાની તૈયારીમાં છે. જે લોખંડથી પણ મજબૂત, કમ્પોઝિટ મટિરિયલનું બનેલ હશે. આ સિલિન્ડરમાં ન તો ગેસ લીક થવાનું જોખમ રહેશે ન તે ગેસ ચોરી થવાનો.