જ્યારે હાયર ઈન્ડીયાના અધ્યક્ષ એરિક હ્રગેંજાએ કહ્યું કે, અમે એ સુનિશ્ચિત કર્યું છે કે, ભારતમાં તહેવારની સિઝન બાદ કિંમતોમાં વધારો થશે. કારણ કે, તહેવારની સિઝનમાં મોટાભાગના લોકો ટકાઉ ઉપભોક્તાની વસ્તુ ખરીદે છે. તહેવા દરમિયાન ઉદ્યોગોના કુલ વેચાણમાંથી એક તૃતિયાંસ તહેવારની સિઝનમાં જ હાસિલ થાય છે. જોકે, સોની જેવી કંપનીઓની હાલમાં ભાવમાં કોઈ ફેરફાર કરે તેવી સંભાવના ઓછી છે.
2/4
નવી દિલ્હીઃ જો તમે આવનારા દિવસોમાં ટીવી, ફ્રિઝ અથવા ઘર માટે કોઈ હોમ એપ્લાયન્સ ખરીદવાનું વિચારી રહ્યા છો તો અમારી સલાહ છે કે તમે 3 દિવસની અંદર ખરીદી લો. કારણ કે આગામી મહિનાથી ટીવી, ફ્રિઝ સહિત હોમ એપ્લાયન્સ મોંઘા થવા જઈ રહ્યા છે.
3/4
મોટાભાગની કંપનીઓ તહેવારની સિઝન બાદ હવે પોતાની પ્રોડક્ટમાં ભાવ વધારવાનો વિચાર કરી રહી છે. તહેવારની સિઝનને ધ્યાનમાં રાખી કંપનીઓએ પોતાના ખર્ચનો બોઝ ગ્રાહકો પર નાખવાને બદલે પોતે ઉઠાવ્યો હતો. ડોલર સામે રૂપિયો નબળો અને એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો થવાથી પ્રોડક્શન ખર્ચ વધ્યો છે.
4/4
પેનાસોનિક ઈન્ડિયા પોતાની પ્રોડક્ટનાં ભાવમાં 7 ટકા વધારો કરવા તૈયાર છે, જ્યારે કેટલીક અન્ય કંપનીઓ પહેલાથી જ કિંમતોમાં વધારો કરી ચૂકી છે. પેનાસોનિક ઈન્ડીયાના અધ્યક્ષ અને સીઈઓ મનીષ શર્માએ કહ્યું કે, છેલ્લા કેટલાક મહિનામાં રૂપિયામાં નબળાઈ આવી છે, જેની અસર ખર્ચ પર પડી છે. ગ્રાહકો પર વધેલા ખર્ચનો બોઝ ન નાખવા માટે ઘણી કોશિસ કરી પરંતુ બજારની સ્થિતિને જોતા અમે પણ અગામી મહિનેથી ભાવમાં 5થી 7 ટકા વધારો કરીશું.