બેસિક સેવિંગ બેંક એકાઉન્ટ અને જન ધન બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવાની કોઈ જરૂર નથી. પ્રાઇવેટ બેંકોએ મિનિમમ બેલેન્સના નામે ખાતા ધારકો પાસેથી હજારો રૂપિયા ખંખેરી લીધા છે. જોકે સરકારના લેખિત જવાબમાં પ્રાઇવેટ બેંકો દ્વારા એકત્ર કરવામાં આવેલી રકમનો કોઇ ડેટા નથી આપવામાં આવ્યો.
2/3
સંસદમાં પૂછવામાં આવેલા એક લેખિત જવાબમાં સરકારે જણાવ્યું કે, 2012 સુધી મંથલી એવરેજ બેલેન્સ પર એસબીઆઈ ચાર્જ વસુલતી હતી પરંતુ 31 માર્ચ, 2016થી બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ ખાનગી બેંકો સહિત અન્ય બેંકે તેમના બોર્ડના નિયમો મુજબ ચાર્જ વસુલ કરી રહ્યા છે. એસબીઆઈએ 1 એપ્રિલ,2017થી ચાર્જ વસુલવાનો શરૂ કર્યો છે. જોકે 1 ઓક્ટોબર, 2017થી મિનિમમ બેલેન્સમાં રાખવામાં આવતી રકમ ઘટાડી દીધી છે.
3/3
નવી દિલ્હીઃ સરકારા બેંકોએ છેલ્લા સાડા ત્રણ વર્ષમાં જનતા પાસેથી 10 હજાર કરોડ રૂપિયા ખંખેરી લીધા છે. આ રકમ સેવિંગ એકાઉન્ટમાં લઘુત્તમ બેલેન્સ ન રાખવા અને ATM વિડ્રોલ પર લાગતાં ચાર્જ દ્વારા એકત્ર કરવામાં આવી છે. સરકારે આ માહિતી સંસદમાં આપેલા ડેટામાં બતાવી છે.