હવે આરાહત સીસી એકાઉન્ટ (કેશ ક્રેડિટ) અને ઓવરડ્રાફ્ટ ખાતાધારકોને પણ આપવામાં આવી છે. આરબીઆઈએ પોતાની વેબસાઇટ પર આ વાતની જાણકારી આપી છે. જોકે આ ઉપાડ મર્યાદા વ્યક્તિગત ઓવરડ્રાફ્ટ ખાતાધારકો માટે નથી. આ રકમની ચૂકવણી મુખ્યરીતે 2000 રૂપિયાની નોટમાં જ થશે.
2/3
નવી દિલ્હીઃ 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટબંધી બાદથી ચાલી રહેલ અફરાતફરી બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રાહત આપતી જાહેરાત કરી છે. આરબીઆઈએ કહ્યું કે, જો તમારી પાસે કેશ ક્રેડિટ ખાતું છે અથવા તમે ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ હોલ્ડર છો તો એક સપ્તાહમાં તમે 50 હજાર રૂપિયા સુધી ઉપાડી શકો છો. વેપારીઓ અને બિઝનેસમેન માટે આ રાહતના સમાચાર છે.
3/3
જણાવીએ કે, 14 નવેમ્બરના રોજ આરબીઆઈએ આ રાહત ચાલા ખાતાધારકોને આપી હતી. આર્થિક મામલાના સચિવ શક્તિકાંત દાસે હાલમાં જ તેની જાહેરાત કરી હતી કે ઓછામાં ઓછા ત્રણ મહિના જૂના ચાલુ ખાતાધારક માટે રોકડ ઉપાડની મર્યાદા પ્રતિ સપ્તાહ 50 હજાર રૂપિયા કરવામાં આવી છે. ચાલુ ખાતું એવા પ્રકારનું ખાતું છે જે વેપારીઓને દરરોજની જરૂરિયાને ધ્યાનમાં રાખીને સુવિધાજનક છે. તેમાં એક દિવસમાં થતા ટ્રાન્ઝેક્શનની સંખ્યા મર્યાદિત નથી હોતી.