નવી દિલ્હી: કાળાનાણાંને રોકવા માટે ભારતીય રીઝર્વ બેન્કે મોટો નિર્ણય કર્યો છે. હવે ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર કે બેન્કર્સના ચેક પર જાહેર કરનારનું નામ ફરજીયાત લખવું પડશે. આ નિયમ હેઠળ જો તમે કોઈ પણ વ્યક્તિ, સંસ્થા માટે ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવો છો તો તેના પર તમારું નામ પણ લખવું પડશે. આ અગાઉ તેના પર માત્ર એનું જ નામ લખવામાં આવતું હતું જેના નામનો ડિમાન્ડ ડ્રાફ બનાવ્યો હોય.
2/2
બ્લેક મની અને મની લૉન્ડ્રિંગને રોકવા માટે દેશના કેન્દ્રીય બેન્ક આરબીઆઈએ આ નિર્દેશ જાહેર કર્યો છે. રિઝર્વ બેન્કે દેશના તમામ બેન્કોથી લઈને પેમેન્ટ્સ બેન્કો માટે આ નિર્દેશ જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ બેંકિંગ વ્યવસ્થામાં વધુ પારદર્શિતા આવવાની આશા છે. 15 ડિસેમ્બર 2018 બાદ ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર કે બેન્કર્સ ચેક પર જાહેર કરનારનું નામ ફરજીયાત લખવું પડશે.