શોધખોળ કરો
રિલાયન્સ જિઓએ આપી દિવાળીની ભેટ, સી સિરીઝના સ્માર્ટપોનની ઇફેક્ટિવ કિંમત ઘટાડીને કરી અડધી
1/4

જોકે ગ્રાહકોને ફોન ખરીદતા સમયે માર્કેટ રેટ પર જ ખરીદવો પડશે. ફોનની સાથે 2307 રૂપિયાની ઓફર્સ ગ્રાહકને આપવામાં આવશે. આ ઓફર્સમાં દરેક ગ્રાહકને 99 રૂપિયાના જિઓ પ્રાઈમ મેમ્બરશીપ, 399 રૂપિયાના 3 મહિનાનો ડેટા પ્લાન અને 9 રિચાર્જ પર દરેક વખતે 5GB ડેટા વાઉચર્સ મળશે. જેમાં એક વાઉચરની કિંમત 201 રૂપિયા હશે. આ ઓફરનો લાભ ઉઠાવવા માટે ગ્રાહકોને ઓછામાં ઓછું 149 અથવા તેનાથી ઉપર રિચાર્જ કરાવવું પડશે.
2/4

જણાવી દઈએ કે C સીરિઝના આ ફોન 4G VoLTE ટેકનોલોજી પર કામ કરે છે. જિઓફોનની જેમ આ ફોન્સમાં પણ ફ્રી વોઈસ કોલિંગ અને અન્ય સર્વિસો મળશે. આ ઓફર 22 ઓક્ટોબર સુધી ઉપલબ્ધ રહેશે. આ ઓફર અંતર્ગત 4,699રૂની કિંમતના LYF C459 ફોનની કિંમત 2,392 રૂપિયા અને 4,999 રૂ.ના કિંમતના LYF C541 મોબાઈલ ફોનની કિંમત 2692 રૂપિયા પર મળશે.
Published at : 06 Oct 2017 07:29 AM (IST)
View More























