જિયોના નિર્દેશક આકાશ અંબાણીએ કહ્યું, ભારતમાં ક્રિકેટને માત્ર એક રમત તરીકે નથી જોવામાં આવતી પરંતુ લોકો તેને પૂજે છે. એટલે જરૂરી છે કે દરેક ભારતીય પાસે સૌથી મોટી રમતોના આયોજનોને ગુણવત્તાપૂર્ણ રીતે જોવાની સુવિધા મળે.
2/3
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે આ સંબંધમાં સ્ટાર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જિયો ટીવીના ઉપભોક્તા આ કરાર મુજબ બીસીસીઆઈની મુખ્ય ઘરેલુ પ્રતિયોગીતાઓનો પણ લાભ ઉઠાવી શકશે.
3/3
નવી દિલ્હી: રિલાયન્સ જિયોએ શુક્રવારે કહ્યું તેનો પોતાના જિયો ટીવી એપ પર ટી20, વનડે અને ટેસ્ટ ક્રિકેટ મેચોના સીધા સ્ટ્રીમિંગ માટે સ્ટાર ઈન્ડિયા સાથે પાંચ વર્ષનો કરાર કર્યો છે. રિલાયન્સ જિયોએ એક નિવેદનમાં કહ્યું, જિયો અને સ્ટાર ભારતીય ક્રિકેટ ટીમના તમામ મેચનું પ્રસારણ જિયો ટીવી અને હોટસ્ટાર પર ભારતમાં ઉપલબ્ધ કરાવશું.