બેંક તરફથી ટ્વીટ કરવામાં આવેલી જાણકારી અનુસાર, જુના એટીએમ કાર્ડ બદલી તેની જગ્યાએ નવા EVM ચીપ વાળા ડેબિટ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. નવા કાર્ડ માટે તમે ઓનલાઈન બેન્કિંગથી અરજી કરી શકો છો. આ સિવાય બ્રાંચમાં જઈને પણ અરજી કરી શકો શકો છો. તમને જણાવી દઈએ કે, બેંકે ફેબ્રુઆરી 2017થી જુના કાર્ડ બંધ કરી દીધા છે. 31 ડિસેમ્બર 2018થી તેને પુરી રીતે બંધ કરી દેવામાં આવશે.
2/3
રિઝર્વ બેંક અનુસાર, મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડ હવે જુની ટેક્નોલોજી થઈ ગઈ છે. આવું કાર્ડ બનવાનું હવે બંધ પણ થઈ ગયું છે, કારણ કે આ કાર્ડ પૂરી રીતે સુરક્ષિત ન હતા, જેના કારણે આને બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ જુના કાર્ડને નવા ચીપ કાર્ડથી બદલવામાં આવશે.
3/3
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોએ ટૂંકમાં જ પોતાનું એટીએમ કાર્ડ બદલાવવું પડી શકે છે. એસબીઆઈએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ મામલે જાણકારી આપી છે. એસબીઆઈનું કહેવું છે કે, એવા ગ્રાહક જેની પાસે જૂનું મેજિસ્ટ્રિપ ડેબિટ કાર્ડ છે તેમણે ટૂંકમાં બદલાવવું પડશે. નવા EVM ચિપ ડેબિટ કાર્ડ લેવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2018 છે .