ઉલ્લેખનીય છે કે, નેનોને સૌથી પહેલા જાન્યુઆરી 2008ના ઓટો એક્સ્પોમાં સામે લવાઈ હતી. ત્યારે તેને લઈને એટલી આશાઓ હતી કે નેનોને મધ્યમ વર્ગની કાર જણાવાઈ. માર્ચ 2009માં બેઝિક મોડલના લગભગ એક લાખ રૂપિયાની કિંમતની સાથે નેનોને લોન્ચ કરાઈ. વધુ પડતર હોવા છતાં કિંમતને લઈને કરાયેલા આ નિર્ણય પર રતન ટાટાએ ત્યારે કહ્યું હતું કે, ‘વચન, વચન હોય છે.’
2/4
જોકે કંપની દ્વારા કારનું ઉત્પાદન આગળ ચાલુ રાખવામાં આવશે કે નહીં એમ પૂછવા પર ટાટા મોટર્સના પ્રવક્તાએ જણાવ્યું કે, ‘અમે જાણીએ છીએ કે વર્તમાન માળખામાં નેનો 2019 બાદ ચાલુ રહી શકે તેમ નથી. અમારે નવા રોકાણની જરૂરત પડી શકે છે. આ સંબંધમાં હજુ કોઈ નિર્ણય નથી લેવાયો.’
3/4
ગયા મહિને માત્ર 3 નેનો વેચાઈ હતી. ટાટા મોટર્સ તરફથી ફાઈલ કરાયેલી રેગ્યુલેટરી મુજબ આ વર્ષે જૂનમાં એક પણ નેનો કારની નિકાસ થઈ નથી. ગત વર્ષે જૂન મહિનામાં 25 નેનો દેશની બહાર મોકલવામાં આવી હતી. ઉત્પાદનની વાત કરીએ તો આ વર્ષે જૂનમાં જ્યાં એક યુનિટ નેનો બની, તો ગત વર્ષે આ મહિનામાં 275 યુનિટ નેનો વેચાઈ હતી. સ્થાનિક બજારમાં ગત વર્ષે જૂન મહિનામાં 167 નેનો કાર વેચાઈ હતી. આ વર્ષે આ આંકડો માત્ર 3 કારનો રહ્યો.
4/4
નવી દિલ્હીઃ આમ આદમીનું સપનું કહેવાતી લખટિયા કાર નેનો હવે બંધ થવાના આરે છે. રતન ટાટાના આ ડ્રીમ પ્રોજેક્ટનું પ્રોડક્શન હવે ખત્મ થતું જોવા મળી રહ્યું છે. ટાટા મોટર્સ અનુસાર, જૂન 2018માં માત્ર એક જ નેનો કારનું પ્રોડક્શન થયું છે. એટલે કે માત્ર એક જ કાર બનાવવામાં આવી છે. એવામાં તેના ભવિષ્યને લઈને સવાલ ઉભા થયા છે. જોકે કંપનીનું કહેવું છે કે નેનો ઉત્પાદન બંધ કરવા મામલે હજુ સુધી કોઈ ઔપચારિક નિર્ણય કરવામાં આવ્યો નથી.