શોધખોળ કરો
11 રૂપિયામાં 4G ડેટાઃ રિલાયન્સ Jioથી પણ સસ્તો છે આ કંપનીનો પ્લાન
1/4

ક્યાં મળશે પ્લાનઃ ટેલીનોર ઇન્ડિયા લગભગ તમામ સર્કલ્સમાં 4જી સેવા શરૂ કરી છે. દરેક સર્કલના અમુક જ વિસ્તારમાં ઉપલબ્ધ છે આ પ્લાન. આંધ્ર પ્રદેશ અને તેલંગાણા (વિજાગ, વિજયવાડા, અને એલુરુ), ગુજરાત (આણંદ), મહારાષ્ટ્ર અને ગોવા (અમરાવતી જ્યાં આ પેક 12 રૂપિયામાં ઉપલબ્ધ છે.) પૂર્વનું ઉત્તર પ્રદેશ (વારાણસી અને લખનઉ), પશ્ચિમ ઉત્તર પ્રદેશ (આગ્રા, દેહરાદુન, મસૂરી), બિહાર અને ઝારખંડ (રાંચી, ધનબાદ અને હાજીપુર)માં આ પ્લાન ઉપલબ્ધ છે.
2/4

ટેરિફ પ્લાન વિશે જણાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, રિલાયન્સ જિઓ સૌથી સસ્તો ડેટા પ્લાન ઉપલબ્ધ કરાવશે. જો આપણે રિલાયન્સ જિઓની વેબસાઈટ પર જઈને ડેટા પ્લાનની જાણકારી મેળવીઓ તો સૌથી સસ્તે ડેટા પ્લાન 19 રૂપિયાનો છે. આ પેકમાં ગ્રાહકોને 1 દિવસ માટે 100 એમબી 4જી ડેટા મળશે. પરંતુ એક કંપની એવી પણ છે જે રિલાયન્સ જિઓથી પણ સસ્તો ટેરિફ પ્લાન આપી રહી છે. ટેલીનોર ઇન્ડિયા માત્ર 11 રૂપિયામાં 4જી ડેટા આપી રહી છે. 11 રૂપિયામાં આ પેકમાં 1 દિવસ માટે 100 એમબી 4જી ડેટા આપવામાં આવશે.
Published at : 15 Sep 2016 02:25 PM (IST)
View More





















