શોધખોળ કરો
Jioને ટક્કર આપવા BSNL-વોડાફોને મિલાવ્યા હાથ, હવે નહીં થાય કોલ ડ્રોપ
1/3

2જી નેટવર્કનું વિસ્તરણ થશેઃ વોડાફોન ઇન્ડિયાના મુખ્ય ડાયરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી સુનીલ સુદે આ કરારને વોડાફોન અને 2જી નેટવર્કના ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં વિસ્તરણ કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે, વોડાફોનને પોતાના નેટવર્કના વિસ્તરણ માટે ઘણું રોકાણ કર્યું છે. તેની સાથે જ કરારથી વોડાફોન તમિલનાડુમાં કવરેજ વધારવામાં મદદ મળશે, જ્યાં તે 900 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ ફરી મેળવવામાં નિષ્ફળ રહી છે, જેનો ઉપયોગ તેણે વર્ષ 2015માં હરાજીમાં 2જી સેવાઓમાં કર્યો હતો. દેશભરમાં વોડાફોન ઇન્ડિયાના ટાવરોની સંખ્યા 1.37 લાખ છે. વોડાફોન ઇન્ડિયા બ્રિટેનની વોડાફોન ગ્રુપની સંપૂર્ણ માલિકીની કંપની છે. તેનું સંચાલન દેશભરમાં થાય છે અને તેના યૂઝર્સની સંખ્યા 19.9 કરોડ છે. જ્યારે બીએસએનએલ પાસે 8.95 કરોડ ગ્રાહકો છે.
2/3

સારું થશે નેટવર્ક કવરેજઃ બીએસએલના ચેરમેન અને જનરલ મેનેજર અનુપમ શ્રીવાસ્તવે કહ્યું કે, આ કરાર થવાથી વોડાફોન અને બીએસએલ બન્નેના ગ્રાહકોને નેટવર્ક કવરેજ વધારવામાં મદદ મળશે. બન્ને કંપનીઓ મળીને આવતા મહિને ગોવામાં બ્રિક્સ શિખર પરિષદમાં સરળ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવશે. બીએસએનલ મોબાઈલ યૂઝર્સની સંખ્યા પ્રમાણે જૂનમાં પાંચમાં નંબર પર આવી ગઈ હતી. દેશભરમાં તેની સાઈટની સંખ્યા 1.14 લાખ છે. કંપનીની ગ્રામીણ વિસ્તારમાં પહોંચ વધારે છે. શ્રીવાસ્તવે કહ્યું કે, વોડાપોનની સાથે આ કરારથી ખાસ કરીને શહેરી વિસ્તારમાં તેનું નેટવર્ક કવરેજ સારું થઈ શકશે.
Published at : 12 Sep 2016 03:06 PM (IST)
View More





















