વોડાફોને જાહેરાત કરી છે કે 500 રૂપિયા અને 1000 રૂપિયાની જૂની નોટ સાથે પણ તેના ગ્રાહકો બિલની ચૂકવણી કરી શકે છે. કંપનીએ દિલ્હી-એનસીઆરના તમામ પોસ્ટપેડ ગ્રાહકો માટે બિલ ચૂકવણીની આખરી તારીખમાં પણ ત્રણ દિવસનો વધારો કર્યો છે. કંપનીએ શુક્રવારે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, દિલ્હી-એનસીઆરના ગ્રાહકો માટે બિલ ચૂકવણીની આખરી તારીખમાં ત્રણ દિવસની છૂટ આપવામાં આવી છે.
2/4
તેવી જ રીતે મુંબઈમાં પોતાના પોસ્ટપેડ ગ્રાહકો માટે બિલ ચૂકવણીની તારીખ ત્રણ દિવસ માટે વધારવામાં આવી છે. સરકાર દ્વારા 500-1000 રૂપિયાની નોટ બંધ કર્યા બાદ લોકો રોકડની કટોકટીનો સામનો કરી રહ્યા છે.
3/4
મુંબઈઃ ખાનગી ટેલીકોમ કંપની વોડાફોને રોકડની કટોકટીનો સામનો કરી રહેલ પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે ટોકટાઈમ અને ડેટા ઉધાર આપવાની શરૂઆત કરી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેના પ્રીપેડ ગ્રાહકો 10 રૂપિયાના ટોકટાઈમ અને 30 એમબી ડેટા 24 કલાક સુધી ઉધારીમાં ઉપયોગ કરી શકે છે.
4/4
નાસકોમના એક અહેવાલ અનુસાર મોબાઈલ ગેમ ડાઉનલોડ આવતા પાંચ વર્ષમાં વાર્ષિક ધોરણે 58 ટકાના દરે વધશે. તે અનુસાર 2016માં મોબાઈલ ગેમ ડાઉનલોડ 1.6 અરબ રહી છે 2020 સુધી વધીને 5.3 અબજ ડાઉનલોડ થઈ જશે. આ અહેવાલ મોબાઈલ ગેમિંગ ઓન ધ રાઈઝ ઇન ઇન્ડિયામાં આ નિષ્કર્ષ સામે આવ્યું છે. તે અનુસાર દેશમાં સ્માર્ટપોનની વધતી સંખ્યા અને ડેટાની ઉપલબ્ધતાને કારણે મોબાઈલ ગેમ ડાઉનલોડ સતત વધી રહી છે.