શોધખોળ કરો

Crime News: સુરતમાં 26 વર્ષના યુવકની હત્યા, બસમાં બોલાચાલી બાદ થઈ મારામારી

Crime News: શહેરના પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મારામારીની ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. મૃતકનું નામ અનિલ ચેતનભાઈ ભુરીયા છે અને તેની 26 વર્ષની હતી.

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મારામારીની ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. મૃતકનું નામ અનિલ ચેતનભાઈ ભુરીયા છે અને તેની 26 વર્ષની હતી. મૃતક ચેતન સુરતમાં છેલ્લા પાંચ વર્ષથી મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચાલવતો હતો. મૃતકની ચાલુ બસમાં કોઈ અજાણ્યા ઈસમો જોડે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ તે ઈસમો દ્વારા બસમાંથી નીચે ઉતરીયા બાદ મૃતકને ત્રણ થી ચાર ઈસમો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો. યુવકનું ઢોરમાર મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હાલ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી.

અસ્થિર મગજની યુવતીની લાજ બચાવવા વલસાડના આ યુવકે આપી દીધો પોતાનો જીવ

કપરાડામાં અસ્થિર મગજની યુવતીની લાજ બચાવવા જતા માજી તાલુકા પંચાયતના સભ્યની હત્યા કરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે વિગતે વાત કરીએ તો વલસાડ જિલ્લાના કપરાડાના ડુંગળી ફળિયામાં વાજવાડીયા પરિવારના મોભી અને કપરાડા તાલુકા પંચાયતના માજી સભ્ય રામજીભાઈ વાજવડીયા અને તેમના માતા સુંદરીબેન રહેતા હતા. જોકે સેવાભાવી આ પરિવાર દ્વારા બાજુના ગામની એક અસ્થિર મગજની યુવતીને પોતાના ઘરે આશરો આપ્યો હતો. આથી અસ્થિર  મગજની યુવતી તેમના ઘરે રહેતી હતી. જોકે આ ફળિયામાં જ રહેતા નવસુ જમશું વઢાળી નામના એક આધેડની દાનત બગડી અને તે મોડી રાત્રે અસ્થિર મગજની યુવતીની લાજ લેવાના હેતુસર વાજવડીયા પરિવારના ઘરે પહોંચ્યો હતો. જ્યાં રાતના અંધકારમાં બધા સુતા હતા એ વખતે જ નરાધમ આરોપીએ અસ્થિર મગજની યુવતીનું મોઢું દબાવી તેના પર દુષ્કર્મ આચારવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે યુવતીએ બૂમાબૂમ કરતા ઘરના મહિલા સભ્ય ઉઠી ગયા હતા અને બુમા બૂમ થતાં ઘરના મોભી એવા તાલુકા પંચાયતના માજી સભ્ય રામજીભાઈ વાજડીયાએ યુવતીની  લાજ બચાવવા વચ્ચે પડયા હતા.  આ દરમિયાન નવસુ જમસુ અને રામજીભાઈ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન આવેશમાં આવેલા નરાધમ આરોપીએ રામજીભાઈના પ્રાઈવેટ પાર્ટ પર ઉપરાછાપરી લાતો મારતા તેમનું ઘટના સ્થળ  પર જ કરૂણ  મોત નીપજ્યુ હતું. જોકે ત્યારબાદ આરોપી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ કપરાડા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવતીની લાજ બચાવવા પડેલા યુવકની હત્યા કરનાર આરોપી નવસું જમશું વઢાળીની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. તેના વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જોકે આ ઘટનામાં અસ્થિર મગજની યુવતીની લાજ બચાવવા જતા સેવાભાવી માજી તાલુકા પંચાયતના સભ્યની હત્યાની ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આથી નરાધમ આરોપી નવસુને  કડકમાં કડક દાખલારૂપ સજા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ત્યારે કપરાડા પોલીસે હવે આરોપીની ધરપકડ કરી તેના વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget