Crime News: પતિને કેન્સર થતા પત્નીએ બીજા સાથે લફરુ કર્યું, બાદમાં પ્રેમી સાથે મળી....
જૂનાગઢના માળિયા હાટીનાના વીરડી ગામના એક યુવકની હત્યામાં મોટો ખુલાસો થયો હતો
જૂનાગઢના માળિયા હાટીનાના વીરડી ગામના એક યુવકની હત્યામાં મોટો ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે પુરુષની હત્યા અન્ય કોઇએ નહી પરંતુ તેની પત્નીએ જ કરી હતી. મૃતકની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પોતાના પતિની હત્યા કરી હતી. બાદમાં યુવકની હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસે મૃતકના પત્ની તથા તેના પ્રેમીની ધરપકડ કરી હતી.
મળતી જાણકારી અનુસાર, થોડા દિવસ અગાઉ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના વીરડી ગામ નજીક એક 40 વર્ષીય પુરુષની લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસે મૃતકની પત્નીના ફોનમાંથી કેટલાક શંકાસ્પદ મેસેજ મળી આવ્યા હતા. બાદમાં પોલીસે મૃતકની પત્નીની પૂછપરછ કરતા હત્યાનો ખુલાસો કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે મૃતક ભાવેશ પરમારની પત્નીએ તેના પ્રેમી ભરત વાઢીયા સાથે મળી હત્યાને અંજામ આપ્યો હતો. બંન્ને જણાએ ભાવેશ પરમારને માથા અને શરીરના અન્ય ભાગે ઇજા પહોંચાડી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ ભાવેશની લાશને વીરડીથી માળીયા હાટીના તરફ જતા નાળા પાસે મોટર સાઇકલ સાથે ફેંકી અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે મૃતક ભાવેશ પરમારને કેન્સર હતું અને આર્થિક રીતે સક્ષમ ન હોવાથી તેની પત્ની ભરત વાઢીયા તરફ આકર્ષાઇ હતી. આ બંને વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી અફેર ચાલી રહ્યું હતું. પોલીસે હાલ બંને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. આરોપી ભરત અમરાપરનો રહેવાસી છે અને જમીન લે-વેચ સાથે સંકળાયેલો હોવાથી મૃતક વિજય પરમારના સંપર્કમાં આવ્યો હતો.
હથિયાર સાથે ઈન્સ્ટાગ્રામ પર તસવીર પોસ્ટ કરવી ભારે પડી
સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો પોસ્ટ કરતા પિતા-પુત્ર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી SOG ટીમે સોશિયલ મીડિયા પર હથિયાર સાથે ફોટો પોસ્ટ કરનાર પિતા-પુત્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. માળિયાના હંજીયાસર ગામના મુસ્તાક અનવર જામે પોતાના સોશિયલ મીડિયા પર હથિયાર સાથે ફોટો પોસ્ટ કર્યો હતો. મોરબી SOG ટીમને ધ્યાનમાં આવતા મુસ્તાકને ઓનેસ્ટ હોટલ પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે હથિયાર સાથે પોસ્ટ કરવા બદલ કડક કાર્યવાહી કરી છે.
Join Our Official Telegram Channel: