શોધખોળ કરો

અમદાવાદના કપલે રતનપુર ચેકપોસ્ટ પર  પોલીસકર્મીની વરદી ફાડી લોખંડના પાઇપ વડે હુમલો કર્યો 

અરવલ્લી જિલ્લાના શામળાજી રતનપુર ચેકપોસ્ટ પર ફરજ બજાવતા શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર અમદાવાદના બે કપલે હુમલો કરવાની ઘટના બની છે.

અરવલ્લી:  અરવલ્લી જિલ્લાના શામળાજી રતનપુર ચેકપોસ્ટ પર ફરજ બજાવતા શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર અમદાવાદના બે કપલે હુમલો કરવાની ઘટના બની છે.  બેફામ બનેલ એક મહિલાએ પોલીસકર્મી પર નજીકમાં પડેલ લોખંડના પાઇપ વડે હુમલો કરતા પોલીસકર્મીને ઇજાઓ પહોંચી હતી. પોલીસકર્મીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ  સમગ્ર મામલે શામળાજી પોલીસે બે પુરુષ અને બે મહિલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

પોલીસકર્મીઓ પર હુમલાની ઘટના બની

શામળાજીના રતનપુર ચેકપોસ્ટ પર 25 તારીખના રાત્રિ દરમિયાન  પોલીસકર્મીઓ પર હુમલાની ઘટના બની હતી. જેનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયરાજસિંહ લાલસિંહ નામના કોન્સ્ટેબલ અન્ય પોલીસકર્મીઓ સાથે ધુળેટીની રાત્રે રતનપુર  ચેકપોસ્ટ પર ફરજ બજાવતા હતા ત્યારે રાજસ્થાન તરફથી આવતી બ્રેઝા કારને અટકાવી તપાસ કરવામાં આવી હતી. જેમાં કારની અંદર કપલ  હતું. તપાસ દરમિયાન પાછળથી એક હોન્ડા અમેઝ કારમાં કપલ આવ્યું હતું અને કાર અટકાવી બ્રેઝા કારમાં રહેલ બંને કપલે તેમની સાથે ઓવરટેક કરવા બાબતે ઝગડો કર્યો હોવાનું જણાતા ભયભીત કપલને અંદર પોલીસ ચોકીમાં પોલીસકર્મીએ બેસાડ્યા હતા.  

લોખંડની પાઈપ વડે હુમલો કર્યો

બ્રેઝા કારમાં રહેલ બે પુરૂષ અને બે મહિલાઓ ઝગડો કરવા લાગ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ સહિત અન્ય પોલીસે બંને કપલને સમજાવવા ગયા હતા ત્યારે  બંને કપલ ઉશ્કેરાઈ જઈ પોલીસકર્મીઓ સાથે મારપીટ કરી હતી.  તેમજ પોલીસને કેમ વીડિયો ઉતારો છો કહી પ્રીતિબા અર્જુનસિંહ ઝાલાએ  કોન્સ્ટેબલ જયરાજસિંહ પર લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. બંને કપલ દ્વરાા  ગડદા પાટુનો માર મારવામાં આવતા કોસ્ટેબલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 

સમગ્ર મામલે શામળાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી બે પુરુષ તેમજ બે મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.  તેમજ આ જે આરોપીઓ છે તેમાં સહદેવસિંહ ગણપતસિંહ જાડેજા સામે આ અગાઉ 15 ગુના નોંધાયેલા છે અને  અર્જુનસિંહ કનકસિંહ ઝાલા સામે 3 ગુના નોંધાયા છે.  હાલ આ બન્ને આરોપીઓને સાબરમતી જેલ ખસેડવામાં આવ્યા છે. 

અરવલ્લી જિલ્લાના શામળાજી રતનપુર ચેકપોસ્ટ પર ફરજ બજાવતા શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર અમદાવાદના બે કપલે હુમલો કરી વરદી ફાડી નાખી હતી. જ્યાં બેફામ બનેલી એક મહિલાએ પોલીસકર્મી પર નજીકમાં પડેલા લોખંડની પાઇપ વડે હુમલો કરતા પોલીસકર્મીના પગે ફ્રેક્ચર થયું હતું જ્યારે અન્ય પોલીસકર્મીની વરદી ફાડી નાખી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર મચી હતી.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
Embed widget