CRIME NEWS: મોબાઈલ ગેમના રવાડે ચઢેલા યુવાનો માટે ચેતવણી રૂપ કિસ્સો, ગુજરાતની છોકરીનું પશ્ચિમ બંગાળના યુવકે કર્યું અપહરણ
ભરૂચ: આજકાલ યુવાનોમાં ગેમનો ગાંડો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો કે આ ગેમના ચક્કરમાં ઘણા લોકોને ભારે કિંમત પણ ચૂકવવી પડી છે. કેટલાક યુવાનોએ તો પોતાના જ પરિવારના સભ્યો પર હુમલો કર્યાની ઘટના સામે આવી ચૂકી છે.
ભરૂચ: આજકાલ યુવાનોમાં ગેમનો ગાંડો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો કે આ ગેમના ચક્કરમાં ઘણા લોકોને ભારે કિંમત પણ ચૂકવવી પડી છે. કેટલાક યુવાનોએ તો પોતાના જ પરિવારના સભ્યો પર હુમલો કર્યાની ઘટના સામે આવી ચૂકી છે. હવે આવી જ એક ઘટના સામે આવી છે ભરુચમાં. મોબાઈલ ગેમના રવાડે ચઢેલા યુવાનો માટે આ ચેતવણી રૂપ કિસ્સો છે. આ ઉપરાંત માતા પિતા માટે પણ આ આંખ ઉઘાડનારો કિસ્સો છે.
અંકલેશ્વરના એક ગામની કિશોરી ફ્રી ફાયર ગેમના માધ્યમમાં આવી હતી અને ત્યાર બાદ પશ્ચિમ બંગાળના યુવાનના સંપર્કમાં આવી. ત્યાર બાદ આ યુવાને ધોરણ 10મા અભ્યાસ કરતી કિશોરીનું અપહરણ કરી લીધુ. જો કે, પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીને પશ્ચિમ બંગાળથી ઝડપી પાડી કિશોરીને મુક્ત કરાવી.
થરાદની નર્મદા કેનાલમાંથી મળી લાશ
થરાદની નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળવાનો સીલસીલો યથાવત છે. થરાદના નાગલા પુલ નજીકથી બિનવારસી હાલતમાં કેનાલમાંથી મળ્યો મૃતદેહ. અજાણી યુવતીનો મૃતદેહ જોવા મળતા સ્થાનિક લોકોએ ફાયરને કરી જાણ. થરાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પોહચી મૃતદેહ બહાર કાઢ્યો હતો. કેનાલ ઉપર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
લીફ્ટમાં 15 વર્ષની કિશોરી સાથે એન્જીનિયર યુવકે કરી અશ્લીલ હરકતો,
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક બિલ્ડીંગની લિફ્ટમાં જતી 15 વર્ષની કિશોરી સાથે 27 વર્ષના એન્જીનિયર યુવકે અશ્લીલ હરકતો કરી હતી. આ સમગ્ર ઘટના લીફ્ટમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કૈદ થઈ હતી. આ ઘટના અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયા બાદ પોલીસે છેડતી કરનારા યુવકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.
કિશોરીએ રડતાં રડતાં સમગ્ર હકિકત તેના માતા-પિતાને જણાવી
પોલીસે છેડતી કરનારા યુવકની ધરપકડ કરી:
મારો પતિ TVનો અવાજ વધારી મોઢામાં વેલણ નાંખી ઢોરમાર મારે છે
ક્રાઈમની સિરિયલ જોઈ પતિનો પત્ની પર અત્યાચાર કરતો કિસ્સો સામે આવ્યો છે. અઠવા ઝોન ના કોર્ટ વિસ્તારની ઘટના છે. પરણીતાએ તેના પતિ સામે ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ કરી છે. પત્નીએ ફરિયાદમાં જણાવ્યું હતં કે, મારો પતિ TVનો અવાજ વધારી મોઢામાં વેલણ નાંખી ઢોરમાર મારે છે. જો કે મામલો પોલીસ મથકે પહોંચતા સજાના ડરે પતિએ આપઘાત કરી લીધો છે. પત્નીને મારી પોતે પણ મરી જશે જેવી ધમકી આપી પતિએ આપઘાત કર્યો. નયતાબેનને પિયરમાં મોકલાતા જીવ બચી ગયો. ઘરેલુ હિંસાના કેસોમાં એક અલગ પ્રકારનો કેસ આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.