શોધખોળ કરો

CRIME NEWS: અમેરિકામાં ગુજરાતી દંપત્તિની ગોળી મારી હત્યા કરવામાં આવતા હડકંપ

CRIME NEWS: અમેરિકામાં ફરીવાર ગુજરાતીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકામાં અરવલ્લીના મેઘરજના દંપત્તિની હત્યા કરવામાં આવી છે. અમેરિકામાં ગત ૬ તારીખે ગોળી મારી બન્નેની હત્યા કરવામાં આવી હતી.

અરવલ્લી: અમેરિકામાં ફરીવાર ગુજરાતીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકામાં અરવલ્લીના મેઘરજના દંપત્તિની હત્યા કરવામાં આવી છે. અમેરિકામાં ગત ૬ તારીખે ગોળી મારી બન્નેની હત્યા કરવામાં આવી હતી. મોટેલ વ્યવસાય સાથે જોડાયેલ વેપારીની હત્યાથી ચકચાર મચી ગયો છે. અગાઉની અદાવત રાખી ગોળીમારી હત્યા કરવામાં આવી હતી. મેઘરજના શેઠ રજનીકાંત વલ્લભદાસ અને પત્ની નિરીક્ષાબેનની હત્યાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે. મેઘરજ ખાતે પરિવારજનોને આજે જાણ કરાઈ છે. અમેરિકામાં વારંવાર ગુજરાતીઓ પર હુમલાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગુમ પોલીસ હેડ કોન્સ્ટેબલનો મૃતદેહ મળી આવતા ચકચાર

વડોદરામાં ગુમ થયેલ પોલીસ હેડ કોન્સ્ટેબલ કમલેશ વસાવાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, કમલેશ વસાવા હેડકવાટર્સમાં હથિયારધારી પોલીસમાં ફરજ બજાવતા હતા. પોલીસ હેડ કોન્સ્ટેબલ 30 જાન્યુઆરીએ ગુમ થયા હતા. નવ દિવસ બાદ પણ પોલીસ કોન્સ્ટેબલનો પતો ન મળતા પરિવારજનો વડોદરા પોલીસ કમિશનરને મળવા પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. ત્યારે ગઈકાલે જામ્બવા બ્રિજ નીચેથી મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારે કપડાં અને હાથે પહેરેલો લાલ કલરના દોરો પરથી તેમને ઓળખી કરી હતી. મક્કરપુરા પોલીસે મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી

 બોટાદમાં બાળકી પર બળાત્કાર ગુજારનારા આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી

બોટાદઃ બોટાદમાં બાળકી પર બળાત્કાર ગુજારનારા દોષિતને બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી હતી. મળતી જાણકારી અનુસાર, બોટાદ શહેરમાં  ૨૦૨૧ મા પિન્ટુ ઊર્ફે મન્ગો સોલંકી નામના શખ્સે બાળકીને લલચાવી ફોસલાવીને અવાવરુ જગ્યાએ લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. બોટાદ સરકારી વકીલની ધારદાર દલીલો અને રજૂઆત જજે ગ્રાહ્ય રાખી હતી અને આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની જેલની સજા ફટકારી હતી.

સુરતી ખમણ હાઉસનો માલિક દારૂની ખેપ મારતાં ઝડપાયો

 ગુજરાતમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે રોજબરોજ દારૂ ઝડપાઈ રહ્યો છે. દારૂબંધીનો લાભ લઈ પડોશી રાજ્યમાંથી દારૂ લાવવા ખેપીયા અવનવા કિમીયા અપનાવતા હોય છે. સુરતમાં અડાજણ સુરતી ખમણ હાઉસનો માલિક હર્ષ ઠક્કર દારૂની ખેપ મારતા ઝડપાયો હતો. પોલીસની આંખમાં ધૂળ નાંખવા કેમિકલના કેન અને પાણીના ટાંકાના ચોર ખાનામાં દારૂ લવાતો હતો. PCB પોલીસએ બાતમીના આધારે હર્ષ ઠક્કર સહીત 2.23 લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમને ઝડપી પાડ્યા  હતા.

ટોપ સ્ટોરી

યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત
યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
Embed widget