Crime News: અમદાવાદના નિકોલ વિસ્તારમાં પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ, 10 મહિના પહેલા જ થયા હતા લગ્ન
Crime News: અમદાવાદમાં એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં પતિએ જ પત્નીની ગળુ દબાવીને હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે.
Crime News: અમદાવાદમાં એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં પતિએ જ પત્નીની ગળુ દબાવીને હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. સામે આવેલી વિગતો અનુસાર આરોપી પતિએ 10 મહિના પહેલા જ મેરેજ બ્યુરો મારફતે મૃતક મહિલા સાથે લગ્ન કર્યા હતા. તો બીજી તરફ પત્ની તેના ભાઈને પૈસા આપી દેતી હોવાની શંકાના કારણે પતિએ પત્ની હત્યા કરી નાખી હતી. આરોપી પતિએ હત્યા કર્યા બાદ જાતે પોલીસને જાણ કરી હતી. જે બાદ આરોપી પતિ ભરત મંગળદાસ પંચાલની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુરુવારે રાજકોટમાંથી ગુમ થયેલી બાળકી અંગે દુખદ સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે બાળકીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી, હવે આજે બાળકીની લાશ અવાવરૂ જગ્યાએથી મળી આવી છે. જે બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. રાજકોટ પોલીસ અને રેલવેના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ભક્તિનગર રેલવે સ્ટેનશન પાસે આવેલી અવાવરું જગ્યામાંથી લાશ મળી આવી હતી.
પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. પથ્થરોના ઘા મારીને બાળકીની હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે. આ ઉપરાંત બાળકી પર રેપ થયાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટના ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસે આવેલ જંગલ જેવા વિસ્તારમાંથી બાળકીની પથ્થરોના ઘા મારી હત્યા કરાયેલી લાશ મળી છે.
રાજકોટ શહેરની મધ્યમાં 50 એકર કરતા વધારે જગ્યામાં રેલવેની જાળી જાખડા વાળી અવાવરું જગ્યા પડેલી છે. બાળકીના પિતા ઘટનાસ્થળે પહોંચ્યા અને બાળકીને ઓળખી બતાવી હતી. ડીસીપી સુધીરકુમાર દેસાઈ સહિતના અધિકારીઓ હાલ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ તો તાગ મેળવી રહ્યા છે. તો બીજી તરફ બનાવને લઈને એફએસએલની ટીમ અને ડોગ થોડીવારમાં પહોંચશે.
સોની પરિવારની બાળકી લક્ષ્મીનગરમાંથી ગઈકાલે આઠ વાગ્યે ગુમ થઈ હતી. માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં આજે બપોરે ગુમ થયાની અરજી પરિવારજનોએ દાખલ કરી હતી. અલગ અલગ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટના ડીસીપી સુધીરકુમાર દેસાઈએ નિવેદન આપ્યું છે. બાળકીનું મોઢું છુંદેલી હાલતમાં જોવા મળી રહેલું છે. બાળકીનું ફોરેન્સિક પીએમ કરવામાં આવશે. બાળકી સાથે કોઈ અઘટિત ઘટના બની છે કે કેમ તે બાબતે ફોરેન્સિક પીએમ કરવામાં આવશે. તો બીજી તરફ બાળકની મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે. આ ઉપરાંત રાજકોટમાં વધી રહેલા ગુન્હાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.
જોકે અરજીમાં કહેવામાં આવ્યું છે કે ભુવાએ ટૂકડે ટૂકડે તેમની પાસેથી આઠ લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા પરંતુ અમારુ કામ ના થતા અમે તેની પાસેથી અમારા રૂપિયા પરત માંગ્યા હતા. જોકે ભુવાએ અમને કામ કરી આપવાના બદલામાં દારૂની બોટલ, મટન અને કુંવારી છોકરીની માંગ કરી હતી. અમે અમારા રૂપિયા પરત માંગતા ભુવાએ રૂપિયા પરત આપવાની ના પાડી હતી. એટલું જ નહી અમને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. ભોગ બનનારે કહ્યું હતું કે ભુવાએ અમારી સાથે છેતરપિંડી કરી છે.