શોધખોળ કરો

CRIME NEWS: સુરતમાં જમીન દલાલે મહિલાને ઓફિસમા બોલાવી બનાવી હવસનો શિકાર

સુરત: અડાજણ વિસ્તારની પરિણીતા સાથે નોકરીના બહાને બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આરોપી 65 વર્ષીય ભારત શાહની પોલીસે ઉમરા વિસ્તારમાંથી ઘરપકડ કરી લીધી છે.

સુરત: અડાજણ વિસ્તારની પરિણીતા સાથે નોકરીના બહાને બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આરોપી 65 વર્ષીય ભારત શાહની પોલીસે ઉમરા વિસ્તારમાંથી ઘરપકડ કરી લીધી છે. જમીન દલાલ ભરત શાહએ મહિલાને પાર્લે પોઇન્ટ સ્થિત આવેલ ઓફિસમા બોલાવી જબરજસ્તી કરી હતી. પરણિતાના હાથ મચડી તેના પાસે જબરજસ્તી કરી બળાત્કાર આચર્યો હોવાનો પરણિતાએ આરોપ લગાવ્યો છે. કોઈને જાણ કરશે તો જિંદગી બરબાદ કરવાની અને નોકરી નહિ કરી શકે તેવી ધમકી આપી હતી. ઘટનાના બીજા દિવસે પરણિતાએ ઉમરા પોલીસ મથકમાં જમીન દલાલ ભરત શાહ વિરુધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસે જમીન દલાલને ઝડપી પાડ્યો હતો.

અમદાવાદના ઝાણું ગામમાં યુવકે તીક્ષ્ણ હથિયારથી બે મહિલાની હત્યા કરી

અમદાવાદ : અમદાવાદના ઝાણું ગામમાં બે મહિલાઓની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.  ઝાણું ગામમાં હત્યાનો બનાવ બન્યો છે.   યુવકે  તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી હત્યા કરી છે. બે મહિલાની હત્યા કરવામાં આવતા ગામમાં ચકચાર મચી ગઈ છે. હાલ તો આ સમગ્ર ઘટનાને લઈ કણભા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.  બંને મૃતકો ભુવાલડી ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.  લાકડા કાપવાના માટે ખેતરની સીમમાં આવ્યા હતા.   બપોર બાદ ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ કરી હતી.   બંનેના મૃતદેહ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી.   કણભા પોલીસ , ક્રાઈમ બ્રાન્ચ અને LCBની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.   મૃતક મહિલા ગીતાબેન ઠાકોર  અને મંગીબેન પ્રેમજી ઠાકોર હોવાનું સામે આવ્યું છે. 

કેન્દ્રીય બજેટમાં ગુજરાત રેલવેને શું મળ્યું ?

01 ફેબ્રુઆરીએ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. હવે રેલવે બજેટનો પણ સામાન્ય બજેટની અંદર સમાવેશ થઈ જાય છે. આ વખતે રેલવેને 2.41 લાખ કરોડનું બજેટ ફાળવાયું છે. જેમાંથી ગુજરાતને 8332 કરોડ ફાળવાયા છે. ઉપરાંત રેલવેને લગતા 36,437 કરોડના પ્રોજેકટ ગુજરાતમાં સેંક્શન થઈ ચૂક્યા છે. ગુજરાતમાં 87 સ્ટેશન રી-ડેવલપમેન્ટ પ્રોજેકટમાં લેવાયા છે. આ આધુનિક સ્ટેશન વિરાસત અને વિકાસ સાથેનું મિશ્રણ હોય તેવું પ્રધાનમંત્રીનું સુચન છે. વંદે ભારત ટ્રેન શરૂ થયા બાદ બે શહેરોને જોડવા વંદે મેટ્રો ટ્રેન ભવિષ્યમાં આવશે. જ્યાં સુધી બુલેટ ટ્રેનની વાત છે તો અમદાવાદ સેક્શનમાં 140 કિલોમીટરનું કામ થયું છે. આ વર્ષમાં મહારાષ્ટ્ર સેક્શન પર કામ વધુ થશે. 2026 સુધીમાં બુલેટ ટ્રેન આવશે તેવું રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ છે. વન નેશન વન પ્રોડકટને પણ 750 સ્ટેશનથી આગળ વધીને 01 હજાર સ્ટેશન પર લઈ જવાશે. 2371 કરોડના ખર્ચે અમદાવાદ સ્ત્રશનને રી-ડેવલપ કરાશે. જેની કામગીરી એપ્રિલ મહિનાના અંતમાં શરૂ થાય તેવી શકયતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
Embed widget