Rajkot: યુવકની પથ્થરના ઘા ઝીંકીને હત્યા, સ્ત્રીપાત્ર કારણભૂત હોવાનું અનુમાન
વેરસિંગ શિંગડ નામના પરપ્રાંતીય યુવકની હત્યા કરવામાં આવી છે. હત્યા સમયે સાથે રહેલા 3 વર્ષના માસૂમ પુત્રને પણ માર માર્યો હતો. સરધાર પાસે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.
રાજકોટ: શહેરના સરધાર પાસે પથ્થરના ઘા ઝીકી પરપ્રાંતીય યુવકની હત્યા થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વેરસિંગ શિંગડ નામના પરપ્રાંતીય યુવકની હત્યા કરવામાં આવી છે. હત્યા સમયે સાથે રહેલા 3 વર્ષના માસૂમ પુત્રને પણ માર માર્યો હતો. સરધાર પાસે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાનું પ્રથમીક અનુમાન છે. આજીડેમ પોલીસ મથક દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
અન્ય એક ઘટનામાં રાજકોટમાં પતિએ પત્નીને તલવાર જીંકી બાદમાં પોલીસ મથકમાં હાજર થયો હતો. પતિએ રસોઈ સારી ન બનવતા તલવાર મારી. લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા ક્રિષ્નાબેન રાણીગાને તેના જ પતિ કમલે તલવાર ઝીંકી. ક્રિષ્નાબેનને પડોસીએ હોસ્પિટલ ખસેડ્યા. કમલ ભક્તિનગર પોલીસ મથકે તલવાર લઈ પહોંચી ગયો હતો. પરિવારના પોલીસ સમક્ષ નિવેદન મુજબ કમલ માનસિક બીમાર છે.
Mehsana : ફિયાન્સીને અન્ય યુવક સાથે હતા શારીરિક સંબંધ, ભાવિ પતિને ખબર પડી ગઈ ને પછી તો.....
મહેસાણાઃ વડનગરમાં ભાવિ પત્નીના પ્રેમીના ત્રાસથી યુવાને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. 29 વર્ષીય યુવાનને સગાઈ કર્યા બાદ ભાવિ પત્નીના પ્રેમી દ્વારા ત્રાસ અપાતો હતો. સગાઈ તોડી નાખવા દબાણ કરી ત્રાસ અપાતા યુવાને આપઘાત કરી લીધો છે. ગત નવેમ્બરમાં આપઘાત કરનાર યુવાનની સૂસાઈડ નોટ આધારે 4 શખ્સ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે.
આ અંગેની વિગતો એવી છે કે, મહેસાણાના 29 વર્ષીય યુવકની વડનગરની યુવતી સાથે સગાઈ થઈ હતી. જોકે, સગાઈ પછી યુવકને ફિયાન્સીના અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થઈ હતી. ફિયાન્સીને પ્રેમી પોતાની પ્રેમિકા સાથેની સગાઇ તોડી નાંખવા માટે દબાણ કરતો હતો. આ દબાણથી ત્રાસીને અંતે યુવકે આપઘાત કરી લીધો હતો. ગત નવેમ્બર મહિનામાં યુવકે આપઘાત કરી લીધો હતો. હવે યુવકની સૂસાઇડ નોટને આધારે ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.