Crime News: રાત્રે પત્ની સાથે સુતો પતિ અને સવારે મળી લોહીલુહાણ હાલતમાં મળી લાશ, પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
Crime News: મોરબીના વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, આ હત્યા કોઈ બીજાએ નહીં પરંતુ યુવકની પત્નીએ જ કરી હોવાની વાત સામે આવી છે.
Crime News: મોરબીના વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, આ હત્યા કોઈ બીજાએ નહીં પરંતુ યુવકની પત્નીએ જ કરી હોવાની વાત સામે આવી છે. રાત્રે રવિત બામનીયા નામનો યુવાન ઓરડીમાં પત્ની સાથે સુતો હતો અને વહેલી સવારે હત્યા કરાયેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
રવિતની પત્ની કરમબાઈએ જ હત્યા કરી હોવાની વાત સામે આવી છે.હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધવીય છે કે, બંનેના લગ્નને એક જ મહિનો થયો હતો, પતિ રવિત સગા વહાલા સાથે ફોનમાં વાતચીત કરવાની ના પાડતો હતો તેમજ નાની નાની બાબતે પત્ની સાથે ઝધડો કરતો અને તેણીને પિતા પાસે જવાનું કહેતા પતિ રવીતે ના પાડી કોઈ દિવસ જવા નહિ દઉ તેમ કહ્યું હતું. દામ્પત્ય જીવનમાં પણ સુખ ના હોય જેથી પત્નીએ રાત્રીના ખાટલામાં સુતેલા પતિને લોખંડની કોશ અને કુહાડી મારી હત્યા કરી નાખી હતી. વાંકાનેર તાલુકા પોલીસે આરોપી પત્નીને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પરિવારના સામૂહિક આત્મહત્યાના પ્રયાસના કેસમાં ચોંકાવનારો ખુલાસો
ડીસામાં એક જ પરિવારના 7 સભ્યોના સામુહિક આપઘાતના મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એક વ્યક્તિની ભૂલના કારણે 7 લોકોના જીવ જોખમમા મૂકાયા છે. ડીસામાં પરિવારના 7 સભ્યોના સામુહિક આપઘાતના મામલે ચોકાવનારો ખુલાસો થયો છે. અહીં પરિવારના જ એક સભ્યની નાદાનીના કારણે 7 લોકોના જીવ જોખમમાં મૂકાયા. મળતી માહિતી મુજબ એક અસ્થિર મગજની વ્યક્તિએ ભૂલથી લસ્સીમાં ઝેરી પદાર્થ મિક્સ કરી દેતા દાદી અને પાંચ સંતાના પિતા સહિત સાત લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. જો કે આ સાતેયને સવારે તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ 7 પરિવારના લોક હાલ સારવાર હેઠળ છે અને તબિયત સ્થિત છે.
અમદાવાદની વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં આપઘાત કરી લેતા ચકચાર
કચ્છ: ભુજના જી.કે જનરલ હોસ્પીટલના મેડિકલ કૉલેજની હોસ્ટેલમાં MBBSની છાત્રાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ભુજની અદાણી મેડિકલ કોલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જી.કે. જનરલ હોસ્પિટલના પ્રાંગણમાં આવેલા એ બ્લોકની ગર્લ્સ હોસ્ટેલના રૂમ નંબર ૧૦૪માં રહેતી દેવાંગી પટેલએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. દેવાંગીનો રૂમ સવા૨થી જ બંધ હતો સવારે ૧૧.૩૦ કલાકે બારીનો કાચ તોડી અંદર ડોકિયું કરાતાં તેણે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સ્પષ્ટ થયું. દેવાંગી અમદાવાદના નિકોલમાં રહેતી હતી. આપઘાતની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે, વિદ્યાર્થિનીએ ક્યા કારણોસર આપઘાત કર્યો તે હજુ સામે આવ્યું નથી.