CRIME NEWS: હાથ પર સુસાઈડ નોટ લખી મહિલાએ કર્યો આપઘાત, 'મેરી કોઈ ગલતી નહીં હૈં....
CRIME NEWS: સુરતના મહિલાની આત્મહત્યાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. મહિલાએ હાથ પર સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ આપઘાત કરી લીધો છે.
CRIME NEWS: સુરતના મહિલાની આત્મહત્યાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. મહિલાએ હાથ પર સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. મહિલાએ સુસાઈડ નોટમાં લખ્યું કે, 'મેરી કોઈ ગલતી નહીં હૈં, મૈં જીના ચાહતી હૂં, ઈતની પરેશાની મેં કૈસે જીઉંગી' પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ આપઘાત કરી લીધો છે.
તો બીજી તરફ પોલીસે પત્નીને આપઘાત કરવા મજબૂર કરનાર પતિની ધરપકડ કરી છે. મહિલાના પરિવારજનોએ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે કાર્યવાહી કરી છે. મહિલાએ હાથ પર સુસાઇડ નોટ લખી તેની બનેલી તમામ આપવીતી જણાવી હતી. 'મેરી કોઈ ગલતી નહીં હૈં, મૈં જીના ચાહતી હૂં, ઈતની પરેશાની મેં કૈસે જીઉંગી' પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પતિની ધરપકડ કરી છે. મૃતક પરિણીતાના બે સંતાનો છે. પતિ પ્રવિણ ગોસ્વામીની ધરપકડ કરી છે.
અમદાવાદમાં IB ઓફિસરે સોપારી આપી પત્નીની હત્યા કરાવતા ચકચાર
અમદાવાદમાં પત્નીના હત્યા કેસમાં IB ઓફિસરની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં મહિલાની હત્યા કરવામાં આવી હતી. સામે આવેલી વિગતો અનુસાર પત્નીની હત્યા કરવા માટે પતિએ જ સોપારી આપી હતી. આ મામલે IB ઓફિસર રાધાકૃષ્ણ મધુકર દુધેલાની ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી છે. મૃતક મહિલાનું નામ મનીષા દુધેલા હતું, આ કેસમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, મુખ્ય સૂત્રધાર તરીકે પતિનું નામ ખુલ્યું હતું.
તમને જણાવી દઈએ કે, 6 મહિના પહેલા મહિલાની હત્યા થઈ હતી. 22 જુલાઈ 2022 માં મનીષાબેનનું ખૂન થયુ હતું. જે બાદ તેમની માતાએ ફરિયાદ કરી હતી. 302 કલમ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. મહિલાના મર્ડરના આરોપીની તેલંગાણા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. ગળાના ભાગે ઇજા કરી હત્યા કરાઈ હતી. આરોપીની પૂછપરશ બાદ મોટા ખુલાસા થયા હતા.
શું હતી ઘટના?
22 જુલાઈ 2022 ના રોજ અમદાવાદના વેજલપુરમાં એક મહિલાની હત્યા થઈ હતી. તેના આરોપીઓને અઠવાડિયામાં જ ઝડપી લેવામાં આવ્યા હતા. મૃતક મહિલાનું નામ મનીષાબેન હતું. પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક મહિલાના પતિ રાધાકૃષ્ણ મધુકર દુધેલા જેઓ સેન્ટ્રલ IB માં ફરજ બજાવે છે. તેણે જ 1.5 લાખ રૂપિયાની સોપારી આપીને પોતાની પત્નીનું ખૂન કરાવ્યું હતું.બંને પતિ પત્ની લગ્ન બાદ એક વર્ષ જ સાથે રહ્યા હતા. તેમની ફેમિલમાં પણ ઝઘડા ચાલતા હતા. પતિના આ ત્રીજા લગ્ન હતા જ્યારે પત્નીના બીજા લગ્ન હતા. મૃતક મનીષાબેને પતિ પાસેથી દર મહિને 40 હજાર રૂપિયા ભરણ પોષણ માટે માંગ્યા હતા. આરોપી પતિએ પત્નીની સોપારી ખાલીલુદિનને આપી હતી. આરોપીની તેલંગાણાથી ધરપકડ કરવામાં આવી છે.