CRIME NEWS: રાજકોટમાં બે માસની ગર્ભવતી મહિલાએ કર્યો આપઘાત, ચોંકાવનારું કારણ આવ્યું સામે
રાજકોટ: લોધિકાના એકતા નગર વિસ્તારમાં 2 માસનો ગર્ભ ધરાવતી પરણીતાએ આપઘાત કર્યો છે. જયશ્રી નામની પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. મળતી માહિતી પ્રમાણે મહિલા ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
રાજકોટ: લોધિકાના એકતા નગર વિસ્તારમાં 2 માસનો ગર્ભ ધરાવતી પરણીતાએ આપઘાત કર્યો છે. જયશ્રી નામની પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. મળતી માહિતી પ્રમાણે મહિલા ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સ્યુસાઈડ નોટમાં લખ્યું કે, પતી અન્ય સ્ત્રી સાથે સંબંધ ધરાવતો હોવાથી આ પગલું ભરુ છું. પરિણીતાએ અંતિમ કોલ પોતાના પરિજનોને કર્યો હોવાનું સામે આવ્યું છે. પરણીતાના 7 માસ પૂર્વે જ લગ્ન થયા હોવાની વાત સામે આવી છે. હાલમાં સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ક્લાસીસમાંથી પરત આવતી વિદ્યાર્થિનીને રિલેશન રાખવા યુવકે કર્યું દબાણ
UPSCની તૈયારી કરતી કીશોરીને રીલેશન રાખવા માટે એક યુવકે દબાણ કર્યું છે. આમ ન કરવા પર યુવકે યુવતી પર એસીડ ફેંકવાની ધમકી આપી છે. જે બાદ ધમકી આપનાર મુખ્ય અને રીઢા આરોપીને ડીંડોલી પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે આ છોકરી ક્લાસીસમાંથી ઘરે આવી રહી હતી તે વખતે સઇદ ચુહા તથા ધમુ ખલસે નામના ઈસમોએ ધમકી આપી હતી. છોકરીને આંતરી સઇદ ચુહા સાથે રીલેશન રાખવા માટે દબાણ કર્યુ હતું અને રીલેશન નહીં રાખે તો તેજાબ ફેંકવાની ધમકી આપી હતી. છોકરીએ સતર્કતાથી તાત્કાલિક ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
ભાવનગરમાં યુવકે સંબંધ બાંધવા બળજબરી કરતા યુવતીએ કર્યો આપઘાત
ભાવનગર: જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક યુવતીએ આત્મહત્યા કરી છે. ભાવનગર જિલ્લાના હાથબ ગામે 4 દિવસ પહેલા યુવકની પજવણીથી તંગ આવીને એક યુવતીએ આ ઝેરી દવા પીધા બાદ સળગીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જે બાદ આજે હોસ્પિટલમાં તેમણે દમ તોડ્યો છે. હાથબ ગામની 18 વર્ષીય યુવતીને ફુલસર ગામનો યુવક સંબંધો બાંધવા હેરાન પરેશાન કરતો હતો. જે બાદ યુવતીએ કંટાળી ઝેરી દવા પી પોતાના ઘરે અગ્નિસ્નાન કર્યું હતું. આજ બપોરના સુમારે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન યુવતીએ દમ તોડી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. યુવતીની લાશને પી.એમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે. બનાવને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે. 15 દિવસનાં સમયમાં જિલ્લાની 2 યુવતીએ યુવકની પજવણીથી પરેશાન થઈ પોતાનો જીવ આપી દીધો છે.
સુરતમાં સ્પાની આડમાં ચાલતું હતું કૂટણખાનું
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની એન્ટી હ્યુમન્સ સ્કોડ દ્વારા સગરામપુરા હીરા મોદીની શેરીમાં સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના પર રેડની કામગીરી કરી હતી. રેડમાં પોલીસે એક મહિલા મેનેજર અને 7 ગ્રાહકો મળી કુલ 8 શખ્સોની અટકાયત કરી હતી.
ભાડાની દુકાનમાં ચાલતો હતો ગોરખધંધો