CRIME NEWS: રાજકોટમાં મહિલાની હત્યા કરી લાશના ટૂકડા નદીમાં ફેંકવામાં આવ્યા, તાંત્રિક વિધિની આશંકા
CRIME NEWS: રાજકોટ શહેરમાં લાલપરી નદીમાંથી કોહવાયેલી મહિલાની લાશ મળી આવી છે. તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી લાશના ટુકડા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. બે અલગ અલગ થેલામાંથી લાશના ટુકડા મળી આવ્યા છે.
CRIME NEWS: રાજકોટ શહેરમાં લાલપરી નદીમાંથી કોહવાયેલી મહિલાની લાશ મળી આવી છે. તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી લાશના ટુકડા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. બે અલગ અલગ થેલામાંથી લાશના ટુકડા મળી આવ્યા છે. હાથ-પગ-માથું અને ધડ અલગ અલગ થેલમાંથી મળી આવ્યા છે. તો બીજી તરફ તાંત્રિક વિધિ કરી હત્યા કરી હોવાની પોલીસને આશંકા છે. પોલીસને મૃતદેહ જે થેલમાંથી મળ્યો તે થેલામાંથી 4 ભગવાન શિવના લોકેટ મળ્યા છે.
ઘટનાની જાણ થતા DCP સજનસિંહ પરમાર, ACP મનોજ શર્મા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતક મહિલાની ઓળખ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. હત્યા કઈ રીતે કરવામાં આવી, કોણે કરી, ક્યાં પ્રકારના હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો તે સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. બી-ડિવિઝન પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
12મા ધોરણની વિદ્યાર્થીનીઓએ પોલીસને જણાવી આપવીતી
મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં સ્થિત એક શાળાના આચાર્ય પર બે વિદ્યાર્થીનીઓએ અભદ્ર કૃત્યનો ગંભીર આરોપ લગાવ્યો છે. પીડિત વિદ્યાર્થીનીઓએ પોલીસને લેખિત અરજી આપી છે. ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ શિક્ષણ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે. પ્રિન્સિપાલ સામે ખાતાકીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.
વાસ્તવમાં આ ઘટના પન્ના જિલ્લા મુખ્યાલયથી 100 કિમી દૂર શાહનગર સ્થિત શાળાનો છે. 12મા ધોરણમાં ભણતી બે વિદ્યાર્થીનીઓએ પ્રિન્સિપાલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. બંને વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે પ્રિન્સિપાલ વિરેન્દ્ર સિંહ રાજપૂત તેમને અયોગ્ય રીતે સ્પર્શ કરે છે. બંનેએ પોલીસને લેખિત અરજી આપી આચાર્ય સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
કમર પર મુક્યો હાથ, એકલામાં બોલાવી હતી
અરજીમાં પીડિત વિદ્યાર્થીનીઓએ લખ્યું હતું કે શાળામાં વાર્ષિક કાર્યક્રમ હતો. પ્રિન્સિપાલે અમને ઘરે જતા અટકાવ્યા ત્યારે બધા જ જતા હતા. ખાનગીમાં ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. તેઓ રૂમમાં ઘણીવાર એકલામાં બોલાવી ચૂક્યા છે. બળજબરીથી હાથ પકડે છે, કમર પર હાથ મુકે છે.
નાપાસ થવાના ડરથી અગાઉ ફરિયાદ કરી ન હતી
વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે અમને ડર હતો કે અમે પરીક્ષામાં નાપાસ થઈ જઈશું, તેથી અમે અગાઉ ફરિયાદ કરી ન હતી, હવે પરીક્ષા પૂરી થઈ ગઈ છે, અમે પ્રિન્સિપાલ સામે કડક કાર્યવાહી કરવા માંગીએ છીએ. અમારી સાથે જે થયું તે હવે બીજી છોકરીઓ સાથે ન થવું જોઈએ.