શોધખોળ કરો

Surendranagar: પ્રેમપ્રકરણનો કરુણ અંજામ, યુવક અને યુવતીએ ટ્રેન નીચે પડતું મુકી કરી આત્મહત્યા

સુરેન્દ્રનગર: પાટડી તાલુકાના પાનવા ગામના યુવક અને યુવતીએ બજાણા રેલવે ક્રોસિંગ પર આત્મહત્યા કરતા મોત નિપજ્યું છે. પરણિત યુવતી અને અપરણિત યુવકે સજોડે આત્માહત્યા કરતા ચકચાર મચી છે.

સુરેન્દ્રનગર: પાટડી તાલુકાના પાનવા ગામના યુવક અને યુવતીએ બજાણા રેલવે ક્રોસિંગ પર આત્મહત્યા કરતા મોત નિપજ્યું છે. પરણિત યુવતી અને અપરણિત યુવકે સજોડે આત્માહત્યા કરતા ચકચાર મચી છે. બન્ને પ્રેમ પ્રકરણમાં હોય એક ન થઈ શકતા આત્મહત્યા કરી હોવાની ચર્ચાઓ છે. બન્ને મૃતદેહનો કબજો લઈ પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બન્ને મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.

કાનપુરમાં પતિની હત્યા માટે પત્નીએ પોતાના પ્રેમીને આપી સોપારી

કાનપુરના ઋષભ હત્યા કેસમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. સપનાએ પતિની હત્યા કરવા માટે તેના પ્રેમી રાજ કપૂરને ત્રણ લાખની સોપારી આપી હતી. રાજ કપૂર ઉર્ફે રાજુની વોટ્સએપ ચેટમાંથી આ વાતનો ખુલાસો થયો છે. રાજુએ પૂછપરછ દરમિયાન ગુનો પણ કબૂલી લીધો છે. તેણે જણાવ્યું કે 27 નવેમ્બરે તેણે નેરવાલના રહેવાસી તેના કર્મચારી સત્યેન્દ્ર વિશ્વકર્મા ઉર્ફે સીતુ સાથે મળી ઋષભ પર હુમલો કર્યો હતો, પરંતુ તે બચી ગયો હતો. આ પછી સારવાર દરમિયાન ઈન્જેક્શન અને દવાઓના ઓવરડોઝથી ઋષભનું મોત થયું હતું. કલ્યાણપુર ખુર્દના મેડિકલ સ્ટોર ડાયરેક્ટર સુરેન્દ્ર સિંહ યાદવે પણ આમાં મદદ કરી હતી. પોલીસે ચારેય આરોપીઓને શુક્રવારે કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કર્યા હતા. DCP પશ્ચિમ વિજય ધુલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ઋષભ તિવારી તેની પત્ની સપના પાંડે સાથે શિવલી રોડ પર રહેતો હતો. ચોંકાવનારો ખુલાસો એ પણ થયો હતો કે પોલીસ વિભાગમાં સ્ટેનો રહેલા સસરાને દવાઓનો ઓવરડોઝ આપીને સપનાએ થોડા દિવસ અગાઉ હત્યા કરી હતી પરંતુ કોઇને ખ્યાલ આવ્યો નહોતો.

27 નવેમ્બરના રોજ તે તેના મિત્ર સાથે ચકરપુર ગામમાં લગ્નમાં ગયો હતો. પરત ફરતી વખતે તેની સ્કૂટીમાં પંચર પડી ગયું અને તે પંચર કરાવવા હાઇવે તરફ જવા લાગ્યો. ત્યારે શિવ હોટલની સામે બાઇક પર આવેલા બે યુવકોએ તેના હુમલો કર્યો હતો.આ કેસમાં ઋષભની પત્નીએ તેના પાડોશી રામકૃષ્ણ વિશ્વકર્મા વિરુદ્ધ FIR નોંધાવી હતી. દરમિયાન 3 ડિસેમ્બરે ઋષભનું અવસાન થયું હતું. આ કેસની તપાસમાં સામેલ પોલીસે જ્યારે સપનાની કોલ ડિટેઈલ જોઇ તો અનેક નંબર મળી આવ્યા હતા. જેની સાથે સપના અવારનવાર વાત કરતી હતી.

એવું જાણવા મળ્યું હતું કે સપના નરવાલના રાયપુરવા ખાતે રહેતા રાજ કપૂર ઉર્ફે રાજુ સાથે 2016 થી પ્રેમ સંબંધ હતા. સપનાએ ફેબ્રુઆરી 2020માં ઋષભ સાથે લગ્ન કર્યા હતા. આવી સ્થિતિમાં બંનેએ મિલકત હડપ કરવા અને સાથે રહેવા ઋષભની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. હત્યા માટે તેણે તેના પ્રેમીને ત્રણ લાખની સોપારી આપી હતી. હુમલા બાદ ઘટનાસ્થળે પહોંચેલી સપનાએ પહેલા ઋષભને હૉલ્ટ અને પછી મધુરજમાં દાખલ કર્યો અને 30 નવેમ્બરે રજા મળ્યા બાદ તેને ઘરે પરત લાવ્યો. અહીં સપનાએ આશા મેડિકલ સ્ટોરના ડાયરેક્ટર સુરેન્દ્ર યાદવ પાસેથી ઈન્જેક્શન લીધું અને ઋષભને ઈન્જેક્શન અપાવ્યું અને દવાઓનો ઓવરડોઝ આપ્યો હતો.

આનાથી ઋષભના ફેફસા અને લીવરને નુકસાન થયું અને 3 ડિસેમ્બરે તેનું મૃત્યુ થયું. સપનાએ ઋષભને કયું ઈન્જેક્શન આપ્યું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે ઋષભના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જેમાં મૃત્યુનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. તેથી જ ડોકટરોએ વિસેરાને સાચવી રાખ્યો હતો. કારણ કે તેના પર અગાઉ પણ હુમલો થયો હતો. આથી પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Embed widget