Crime News: અમદાવાદમાં મોબાઈલના ટાવર ચડીને યુવકે કર્યો આપઘાત
અમદાવાદ: શહેરમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના કાંકરિયા ઈકા ક્લબ પાસેના મોબાઈલ ટાવર પર ચડીને અજાણ્યા યુવકે નીચે પડતું મુકયુ છે.
અમદાવાદ: શહેરમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના કાંકરિયા ઈકા ક્લબ પાસેના મોબાઈલ ટાવર પર ચડીને અજાણ્યા યુવકે નીચે પડતું મુકયુ છે. તો બીજી તરફ પોલિસ અને ફાયર વિભાગે તેને સમજાવટથી નીચે ઉતારવા નેટનો ઉપયોગ કયોઁ હતો. તેમ છતા યુવકનો જીવ બચાવી શકાયો નથી. હાલમાં યુવકના મૃતદેહને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે હિન્દી ફિલ્મની સ્ટાઈલમાં યુવક મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ટાવર નીચે અનેક લોકોએ ચિચિયારીઓ પાડી બુમ લગાવી નીચે ઉતારવાના પ્રયાસો કર્યા હતા. યુવકને નીચે ઉતરવા સ્થાનિય લોકોએ પોલિસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. જો કે યુવકનો જીવ બચાવી શકાયો નહોતો. યુવકે ક્યા કારણે મોતને વહાલું કર્યું તે સામે આવ્યું નથી.
જશોલથી દર્શન કરી પરત ફરી રહેલા ધાનેરાના પરિવારને નડ્યો અકસ્માત
બનાસકાંઠાઃ ધાનેરાના મહેશ્વરી પરિવારને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં 3 મહિલા સહિત ટોટલ 4ના મોત થયા છે. જ્યારે અન્ય ઘાયલ થયા છે. રાજસ્થાનના ગુડા મલાણી પાસે બની અકસ્માતની ઘટના. જશોલથી દર્શન કરી પરત આવતી વખતે મહેશ્વરી પરિવારને નડ્યો અકસ્માત. ટ્રકે ગાડી વચ્ચે અકસ્માત થતા મોતની કરુણ ઘટના આવી સામે. 4 મોતના સમાચાર મળતા મહેશ્વરી પરિવાર અને સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
30 મુસાફરો ભરીને જતી એસટી બસ મારી ગઈ પલટી
પાટણઃ સિદ્ધપુર નજીક બ્રાહ્મણવાડામાં ST બસ પલટી મારતા કન્ડક્ટરનું મોત થયું છે, જ્યારે 15 મુસાફરો ઘાયલ થયા છે. જેમાંથી 6 મુસાફરોને ગંભીર ઇજા પહોંચી છે. સ્ટેરિંગ લોક થઈ જતા અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં ST બસ કન્ડક્ટરનું મોત નીપજ્યું છે. ST બસમાં 30 વધુ મુસાફરો સવાર હતા, જેમાં 15થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી.
6 મુસાફરોને ગંભીર ઇજાઓ થતા ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલ તમામની તબિયત સ્થિર છે. ST બસ પાલનપુર થી છોટાઉદેપુર જતી વખતે સિદ્ધપુર ના બ્રાહ્મણવાળા નજીક બની હતી ઘટના. ખળી અને ઉંઝા વચ્ચે બની અકસ્માતની ઘટના બની હતી. ઘાયલ મુસાફરોને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. પાલનપુરથી છોટા ઉદયપુર બસ જઈ રહી હતી. સિદ્ધપુર પોલીસ પણ અકસ્માત સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી.