Ahmedabad : પતિએ જ પત્નીની સાડીથી ગળે ટુંપો આપીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
વટવામાં પતિએ પત્નીની હત્યા કરી નાંખી છે. મોબાઈલમાં કોઈ સાથે વાત કરતી હોવાની શંકા રાખી હત્યા કરી નાંખી છે. સાડીથી ગળું દબાવી હત્યા કરી છે. હત્યા કરી પત્નીની લાશને બેડ પર સુવડાવી દીધી.
અમદાવાદઃ સાણંદ બાદ અમદાવાદમાં પતિએ પત્નીની હત્યા કરી નાંખતા ખળભળાટ મચી ગયો છે. વટવામાં પતિએ પત્નીની હત્યા કરી નાંખી છે. મોબાઈલમાં કોઈ સાથે વાત કરતી હોવાની શંકા રાખી હત્યા કરી નાંખી છે. સાડીથી ગળું દબાવી હત્યા કરી છે. હત્યા કરી પત્નીની લાશને બેડ પર સુવડાવી દીધી. મૃતક અને આરોપીના પુત્રએ ફરિયાદ નોંધાવી છે. વટવા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના વટવા વિસ્તારમાં પતિએ પત્ની અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હોવાની શંકા રાખીને પત્નીની હત્યા કરી નાંખી છે. આમ, ફરી એકવાર શહેરમાં અફેરની શંકામાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. અત્યારે તો પોલીસે મૃતકના પુત્રની ફરિયાદને આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસ પછી વધુ વિગતો સામે આવશે.
સુરતઃ શહેરના કમેલા સંજય નગરમાં યુવકની રહસ્યમય રીતે હત્યા થઈ જતાં ચકચાર મચી ગઈ છે. સુરતમાં રિક્ષા ચાલકની ગળું દબાવી હત્યા કરી નાંખવામાં આવી છે. રિક્ષામાં મૃત હાલતમાં ઘરે લઈને આવેલા મિત્રોની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. રિક્ષા ચાલક ઘરેથી મિત્રો પાસે બેસવા જવાનું કહીને નીકળ્યો હતો.
સુરતની કમેલા સંજયનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા રિક્ષા ચાલક ઘરેથી મિત્રો પાસે બેસવા ગયો હતો. પીએમ રિપોર્ટમાં ગળુ દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યુ છે. રીક્ષા ચાલકની હત્યા કેસમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતકના મિત્રોની પૂછપરછ હાથ ધરી છે.
મૃતક સલમાન ખાન (ઉ.વ.26) રીક્ષા ચલાવે છે તેમજ તેના લગ્ન થઈ ગયા છે અને બે સંતાન પણ છે. પત્ની શબાના એક મહિનાથી ડિલિવરી માટે પિયર મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે ગઈ છે. ગઈ કાલે રાત્રે સલમાનખાન જમીને તેના પિતાને મહોલ્લામાં મિત્રો સાથે બેસવા માટે જવાનું કહીને નિકળ્યો હતો. જોકે બાર વાગ્યા સુધી પણ સલમાનખાન ઘરે ન આવતા પિતા તેને બોલાવા માટે ગયા હતા. જોકે, સલમાને થોડીવારમાં આવવાનું કહીને ઘરે મોકલી દીધા હતા.
દરમિયાન વહેલી સવારે ચારેક વાગ્યે તેના મિત્રો સલમાનને ઉંચકી ઘરે લાવ્યા હતા. મિત્રોએ અફસર ચાચાના ઘર પાસે પડેલો મળ્યો હોવાનું તેમજ પછી તેને હોસ્પિટલ લઈ જતાં મૃત જાહેર કરાતા અહીં લાવ્યાનું કહ્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ આવી મૃતક સલમાનની લાશને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. પીએમ રિપોર્ટમાં સલમાનનું ગળુ દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મહેમુદખાન પઠાણની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી મૃતક સલમાનના મિત્રોની પૂછપરછ હાથ ધરી છે.