Crime News: 20 વર્ષથી નાસતા ફરતા રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
Crime News: આરોપી ફરીયાદીના ઘરમાંથી રોકડ રકમ રૂ. ૫૦,૦૦૦ ની ચોરી કરી ભાગી ગયેલ હતો. જે આજદિન સુધી મળી આવેલ નહી અને પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો.
Ahmedabad Crime News: છેલ્લા 20 વર્ષથી નવરંગપુરા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં આંતરરાજ્ય રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના નાસતા ફરતા આરોપીને અમદાવાદની નિરમા યુનિવર્સીટી પાસેથી ઝડપી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. અમદાવાદ શહેર નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ૧૯/૧૦/૨૦૦૪ ના રોજ નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી તથા તેઓની પત્ની તેમની દિકરીની સ્કુલની ફી ભરવા માટે ગયેલ હતાં. આ સમય દરમ્યાન તેઓના ઘરે ઘટઘાટી તરીકે કામ કરતો આરોપી મુકેશ ઉર્ફે શંકર કુરીયાભાઈ મેણા રહે. પંચલાસા, તા. આશપુર, જી. ડુંગરપુર, રાજસ્થાન નાએ આ સ્થિતિનો લાભ લઈ ફરીયાદીના ઘરમાંથી રોકડ રકમ રૂ. ૫૦,૦૦૦ ની ચોરી કરી ભાગી ગયેલ હતો. જે આજદિન સુધી મળી આવેલ નહી અને પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો.
ઉપરોક્ત ગુનામાં છેલ્લા ૨૦ વર્ષથી વોન્ટેડ રહેલ આરોપીના વતનમાં વોચ ગોઠવેલ પરંતુ આરોપીના રહેણાક વિસ્તારના તથા આજુબાજુના ગામોના ઘણા લોકો અમદાવાદ શહેર ખાતે ઘરઘાટી/રસોયા/ડ્રાઈવર તરીકે નોકરી કરતા હોય, પોલીસ તરીકે જાહેરમાં તેના વિશે માહિતી મેળવવી કઠીન હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કેટરીંગ સર્વીસ માટે માણસોની જરૂર છે, તે પ્રકારે રોજગાર કોન્ટ્રાક્ટરની ભૂમિકા ધારણ કરી માહિતી મેળવતા જાણવા મળેલ કે, ઉપરોક્ત આરોપી અમદાવાદ શહેર ખાતે કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર કામ કરે છે.
અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોટી સંખ્યામાં નવા બાંધકામો થઇ રહેલ હોય, ઘણા દિવસોની મહેનત બાદ માહિતી મળેલ કે, વૈષ્ણવદેવી સર્કલ પાસેના વિસ્તારની કોઈ સાઇટ ઉપર આ આરોપી હાલ કામ કરે છે. આ વિસ્તારમાં પણ ઘણા નવા બાંધકામો થઈ રહેલ હોય, ટીમના અલગ અલગ સભ્યોએ આ વિસ્તારમાં આવેલ ચાની કીટલી ખાતે લેબર કોન્ટ્રાક્ટર તરીકે ઓળખ ઉભી કરી ઉપરોક્ત આરોપીની માહિતી એકત્ર કરતા તેનો ફોટો મળી આવતા તે આધારે આરોપી શંકરભાઈ ઉર્ફે મુકેશ કુરીયાભાઈ યાદવ ઉ.વ.૪૩ (રહે હાલ. સરદારધામ પાછળ, કાચા છાપરામાં, વૈષ્ણવદેવી સર્કલ પાસે, અમદાવાદ. મુળ ગામ. બડી પંચલાસા, પટેલ વાડા, તા. સાબલા, જી. ડુંગરપુર, રાજસ્થાન)ને તા.૧૦/૦૫/૨૦૨૪ ના રોજ નિરમા યુનિવસિટી પાસેથી ઝડપી પાડી નવરંગપુરા પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનામાં અટક કરવા સોપી આપ્યો હતો.
છેલ્લા ૨૦ વર્ષથી નવરંગપુરા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં આંતરરાજ્ય રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના નાસતા ફરતા આરોપીને અમદાવાદ, નિરમા યુનિવર્સીટી પાસેથી ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ@sanghaviharsh @GujaratPolice @dgpgujarat #AhmedabadPolice pic.twitter.com/UQ591yKICy
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) May 11, 2024