શોધખોળ કરો

અમદાવાદઃ યુવતીને યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, પતિની ગેરહાજરીમાં યુવતીના ઘરમાં જ માણતાં શરીર સુખ ને પતિ....

રાજસ્થાનના પીંડાવાડા હાઈવે પરથી પોલીસને એક લાશ મળી હતી. મૃતદેહ પાસેથી મળેલા મોબાઇલ અને પર્સના આધારે મૃતક અમદાવાદના ગોતામાં રહેતો સિધ્ધાર્થ ઠાકુર હોવાનું જાણવા મળ્યું હતું.

અમદાવાદઃ ગોતામાં રહેતી યુવતીને અન્ય યુવક સાથે શારીરિક સંબધો બંધાયા હતા અને તેના પતિને પણ આ વાતની જાણ હતી. પ્રેમી યુવતીના ઘરનો ખર્ચ ચલાવવા નાણાં આપતો તેથી પતિ બંનેના સંબંધો અંગે કશું બોલતો નહોતો. બલ્કે પતિ પોતે જ પત્નિ અને તેનો પ્રેમી શરીર સુખ માણી શકે એ માટે ઘરે સગવડ કરી આપતો હતો. પતિએ પણ પ્રેમી પાસેથી ઉછીનાં નાણાં લીધાં હતાં ને એ પછી તેણે પ્રેમીને ઘરે આવવાની ના પાડી દેતાં પ્રેમીએ પતિની હત્યા કરી નાંખી હતી. હત્યા પછી લાશ લઈને તે બે દિવસ સુધી ફર્યો હતો ને અંતે પિંડવાડા પાસે લાશ ફેંકી દીધી હતી. આ કેસ ઉકેલીને પોલીસે પ્રેમીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યાનુસાર, રાજસ્થાનના પીંડાવાડા હાઈવે પરથી પોલીસને એક લાશ મળી હતી. મૃતદેહ પાસેથી મળેલા મોબાઇલ અને પર્સના આધારે મૃતક અમદાવાદના ગોતામાં રહેતો સિધ્ધાર્થ ઠાકુર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેના પરિવારને જાણ કરી હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. રાજસ્થાન પોલીસે મૃતકની પત્ની હેતલનું પણ નિવેદન લીધું હતું. પોલીસે શંકાના આધારે ચાંદખેડામાં રહેતા સંજય નામના યુવકની અટકાયત કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, સંજયને સિધ્ધાર્થની પત્ની હેતલ સાથે વર્ષોથી શારીરિક સંબંધો હતા ને બંને હેતલના ઘરે જ રંગરેલિયાં માનવતા હતા. સંજય હેતલના ઘરનો ખર્ચ પણ ભોગવતો હતો. સિધ્ધાર્થને પણ પત્નિના શારીરિક સંબંધોની જાણ હોવા છતાં તે આંખ આડા કાન કરતો હતો. સંજયે લોકડાઉનમાં લોન લઈ સિધ્ધાર્થને પૈસા આપ્યા હતા. એ પછી તેણે સંજયને ઘરે આવવાની ના પાડતાં હેતલ સાથેના સંબંધોનો અંત આવી જશે એ ડરે તેણે હત્યાની યોજના બનાવી હતી. આરોપી સંજયે રિક્ષાચાલક સિધ્ધાર્થને ગત 28 ઓકટોબરે પૈસા આપવાની લાલચ આપી ગોતા બોલાવ્યો હતો. એ પછી તેને પોતાની કારમાં રિંગરોડ લઈ ગયો હતો. રસ્તામાં તેને નશીલી દવા ખવડાવી બેભાન કર્યા બાદ લીલાપુર પાસે રાતે 1 વાગે તેના મોંઢા પર ચાદર નાંખી હથોડાથી વાર કરી હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ લાશનો નિકાલ કરવા બે દિવસ કારમાં ફરતો રહ્યો અને અંતે પિંડવાડા પાસે ફેંકી દીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Embed widget