(Source: ECI/ABP News/ABP Majha)
News: અમરેલીમાં હની ટ્રેપ કરતી ગેન્ગ ઝડપાઇ, યુવતીએ યુવકને ફસાવીને 6 લાખ પડાવ્યા, નકલી પોલીસને ખેલ રચ્યો ને........
અમરેલીના સાવરકુંડલામાંથી એક સનસનીખેજ હની ટ્રેપનો કેસ સામે આવ્યો છે. પોલીસે નકલી પોલીસ બનીને હની ટ્રેપમાં ફસાવતી ગેન્ગનો પર્દાફાશ કર્યો છે
Amreli Crime News: અમરેલીના સાવરકુંડલામાંથી એક સનસનીખેજ હની ટ્રેપનો કેસ સામે આવ્યો છે. પોલીસે નકલી પોલીસ બનીને હની ટ્રેપમાં ફસાવતી ગેન્ગનો પર્દાફાશ કર્યો છે, જેમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, હવે આ ચારેયને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડમાં મોકલ્યા છે. ખરેખરમાં, ચરખડિયા ગામના એક યુવકને આરતી નામની છોકરીએ હની ટ્રેપમાં ફસાવ્યો હતો, જે પછી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. હાલમાં આ મામલે કુલ આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે, જેમાંથી ચાર પકડાયા છે અને અન્ય ચાર પોલીસ પકડથી દુર છે.
ખરેખરમાં વાત એમ છે કે, અમરેલીમાં સાવરકુંડલાના ચરખડીયા ગામમાં હનીટ્રેપના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. હની ટ્રેપનો ખેલ રચીને યુવકને ફસાવી રહેલી ગેન્ગને પોલીસ પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ગણતરીના દિવસોમાં ગેંગના ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે, જોકે ગેંગ લીડર સહિત અન્ય ચાર શખ્સો પોલીસ પકડથી દૂર છે. આ ઘટનામાં ફરિયાદી યુવક સોશિયલ મીડિયાના માધ્યમથી આરતી નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. યુવતી આ યુવાનને શહેરના હાથસણી રોડ પર મળવા આવી હતી. આ પછી બંને કારમાં જઈ રહ્યાં હતા તે સમયે રસ્તામાં ચાર ગાડીમાં 8 શખ્સો આવ્યા હતા અને યુવકની કારને ઘેરી લીધી હતી. તેઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને બાદમાં યુવકને દુષ્કર્મના કેસમાં ધમકાવી તેની કારમાંથી ઉતારી દીધો હતો, આ યુવકને આરોપીઓ પોતાની કારમાં બેસાડીને લઈ ગયા હતા.
આ સમગ્ર ઘટનામાં નકલી પોલીસે રસ્તામાં યુવકના હાથમાં હાથકડી બાંધી 6 લાખની માગણી કરી હતી, અને પછી યુવકને તેના ગામમાં લાવવામાં આવ્યો, જોકે યુવક ચાલાકી વાપરીને ઘરની દીવાલ કુદીને ભાગી ગયો, અને સીધો પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવી દીધી હતી. આ કેસમાં બાદમાં પોલીસે આરતી નામની યુવતી સહિત 8 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. આ કેસના મુખ્ય આરોપી કૌશિક ધજડી ગામનો હોવાનું સામે આવ્યું હતુ. અને અસ્મિતા ચાવડા મહુવા વિસ્તારની રહેવાસી હોવાનું જાણવા મળ્યુ હતુ. જ્યારે હરેશ અને જયશુક ધાંધડ બંને સુરતના નીકળ્યા હતા. આ ચારેય આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરતા ચારેય આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે.