Bengaluru: યુવકે ગર્લફ્રેન્ડના જન્મદિવસ પર આપી ગ્રાન્ડ બર્થ-ડે પાર્ટી, કેટલાક કલાકો બાદ ગળુ કાપી કરી હત્યા
રાજગોપાલ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે
Bengaluru Girlfriend Murder: બેંગલુરુમાં પોલીસે શનિવારે (15 એપ્રિલ) એક વ્યક્તિની તેની ગર્લફ્રેન્ડની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે આરોપીએ અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની આશંકાથી આ હત્યા કરી હતી. આ ઘટના છોકરીના જન્મદિવસની ઉજવણીના થોડા કલાકો બાદ બની હતી. આ ઘટના શુક્રવારે (14 એપ્રિલ) બેંગલુરુના લગ્ગેરે વિસ્તારમાં બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પ્રશાંતે તેની 24 વર્ષની ગર્લફ્રેન્ડ નવ્યા સાથે આખો દિવસ બર્થડે પાર્ટી કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે મંગળવારે નવ્યાનો જન્મદિવસ હતો, પરંતુ પ્રશાંત તે દિવસે વ્યસ્ત હતો અને તેથી તેણે તેની ભરપાઈ કરવા માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું.
પ્રેમિકા પર હતો શક
પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્યું હતું કે પ્રશાંતને શંકા હતી કે તેની ગર્લફ્રેન્ડનું કોઈ અન્ય પુરુષ સાથે અફેર છે અને તે તેને સતત મેસેજ કરી રહી હતી, જેનાથી તે ગુસ્સે અને દુઃખી થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે નવ્યાના જન્મદિવસની ઉજવણી કર્યા બાદ આરોપીએ તેનું ગળું કાપીને તેની હત્યા કરી નાખી હતી.
છ વર્ષથી રિલેશનશિપમાં હતા
રાજગોપાલ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પીડિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિક્ટોરિયા હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવ્યા અને પ્રશાંત છેલ્લા છ વર્ષથી રિલેશનશિપમાં હતા.
Bihar News:બિહારમાં ફરી લઠ્ઠાકાંડ, 8 લોકોના ઝેરી દારૂના કારણે મોત તો 25થી વધુ લોકોની હાલત ગંભીર
Bihar News:બિહારના મોતીહારીના હરસિદ્ધિમાં નકલી દારૂ પીવાથી આઠ લોકોના મોત થયા છે. જ્યારે 25 જેટલા લોકોને સારવાર સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
બિહારના મોતિહારીમાં ઝેરી દારૂ પીવાથી 8 લોકોના મોત થયાના સમાચાર છે. તો અન્ય 25 લોકોને હોસ્પિટલમાં દાખલ હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, મોતિહારીના લક્ષ્મીપુર પહારપુર, હરસિદ્ધિમાં નકલી દારૂ પીવાથી આઠ લોકોના મોત થયા છે. જ્યારે 25 જેટલા લોકોને સદર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ પહેલા પણ બિહારમાં ઝેરી દારૂ પીવાથી અનેક લોકોના મોત થયા છે.
ભાજપે નકલી દારૂના કારણે થયેલા મોતને લઈને સીએમ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું હતું. એનએચઆરસીના આ રિપોર્ટમાં નકલી દારૂના કેસ માટે વહીવટીતંત્રને દોષી ઠેરવવામાં આવ્યું હતું. ફરી એકવાર બિહારમાં લઠ્ઠાકાંડ થયું છે. જેમાં 8નાં મોત થયા છે અને અન્ય 25 લોકોની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
Atiq Ahmed News: 44 વર્ષમાં અતિક અહમદ કેવી રીતે બની ગયો માફિયા ડોન, ગુંડાગીરીથી નેતાગીરી
Atiq Ahmed: અતીકના રાજકીય સંબંધો ખૂબ સારા હતા. તે છેલ્લા ચાર દાયકાથી તેનો ઉપયોગ કરી રહ્યો છે. 1989 માં અતિકે અલ્હાબાદ પશ્ચિમની બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યો