Crime news: બેંગલુરુમાં ત્રણ યુવતીઓએ ઇંટથી 26 વર્ષીય યુવકનું માથું ફોડી નાખ્યું
બેંગલુરુમાં શનિવારે ત્રણ યુવકો અને ત્રણ યુવતીઓની ગેંગ દ્ધારા 26 વર્ષીય યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી
બેંગલુરુ: બેંગલુરુમાં શનિવારે ત્રણ યુવકો અને ત્રણ યુવતીઓની ગેંગ દ્ધારા 26 વર્ષીય યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યાના એક ભયાનક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં એક ગેંગ યુવકને ઈંટ વડે મારતી જોવા મળે છે. યુવકને કથિત રીતે મોટી ઈંટ વડે લગભગ 20 વાર માર મારવામાં આવ્યો હતો. આ ઘટના કેપી અગ્રાહરા વિસ્તારની જણાવવામાં આવી રહી છે.
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવકની પહેલા ગેંગ સાથે દલીલ થઈ હતી, ત્યારબાદ આરોપીઓએ તેને ઘેરી લીધો હતો. તેમાંની એક યુવતીએ યુવકને પથ્થર માર્યો હતો, જ્યારે અન્ય લોકોએ તેને જમીન પર પછાડી દીધો હતો અને પછી તેને ઉપાડીને ફરીથી માર્યો હતો. ધીમે ધીમે આખી ટોળકીએ તેને માર મારવાનું શરૂ કર્યું અને તેનું માથું ઈંટ વડે ફોડી નાખ્યું જેથી પોલીસ તેને ઓળખી ન શકે. જોકે પીડિતની ચીસો સાંભળીને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.
આ ઘટના બાદ પશ્ચિમ બેંગલુરુના ડીસીપી લક્ષ્મણ બી નિમ્બર્ગીએ જણાવ્યું કે હેમંત મેડિકલ પાસે કેપી અગ્રાહરાના 5મા ક્રોસ પર મોડી રાત્રે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. જેમાં ત્રણ યુવતીઓ અને ત્રણ યુવકો સામેલ હતા. હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી. તે બદામી વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મૃતદેહને વિક્ટોરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
Crime news : અમદાવાદમાં ચૂંટણી બાદ મોડી રાત્રે આ વિસ્તારમાં થયું ફાયરિંગ
Crime News :અમદાવાદમાં આ વિસ્તારમાં ફાયરિંગ થયું હતું. ચૂંટણીની મોડી રાત્રે શહેરના આ વિસ્તારમાં ફાયરિંગ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના જુહાપુરામાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. . કુખ્યાત નઝીર વોરા પર ફાયરિંગ કર્યું હતું. અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હાવોનું જાણવા મળ્યું છે. નઝીર વોરા અને તેના પુત્ર તથા મોઇન સામે પણ ફરિયાદ નોંધાઇ છે. આરોપીએ તલવાર લઇને બહાર નીકળી ગયો હતો અને બબાલ કરી હતી. વેજલપુર પોલીસે બંનેની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Gujarat Assembly Election 2022: બીજા તબક્કામાં રાજ્યના 14 જિલ્લામાં મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. આ અવસરે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે મતદારો અને સમગ્ર ચૂંટણી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં આજે 14 જિલ્લાઓમાં થયેલા મતદાનમાં મતદાતાઓએ ખૂબ ઉલ્લાસપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતું.