(Source: ECI/ABP News/ABP Majha)
Biggest Data Theft: 66.9 કરોડ લોકોના ડેટાની ચોરીનો પર્દાફાશ, Byjus જ નહિ પરંતુ કેબ યુઝર્સ પણ બન્યા શિકાર
Biggest Data Theft: હૈદરાબાદમાં સાયબરાબાદ પોલીસે ડેટા ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. હાલ પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. કેસની તપાસ ચાલી રહી છે.
Biggest Data Theft: હૈદરાબાદમાં સાયબરાબાદ પોલીસે ડેટા ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. હાલ પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. કેસની તપાસ ચાલી રહી છે.
તેલંગાણામાં સાયબરાબાદ પોલીસે ડેટા ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સાયબરાબાદ પોલીસે તેની પાસેથી 66.9 કરોડ લોકો અને કંપનીઓનો ડેટા મેળવ્યો છે. આ ડેટા દેશના 24 રાજ્યો અને 8 મેટ્રોપોલિટન શહેરોની 104 કેટેગરીમાં જણાવવામાં આવી રહ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ આ અંગત અને ગોપનીય ડેટાને ગેરકાયદેસર રીતે કાઢતો હતો, ત્યારબાદ તે તેને વેચતો હતો. આ વ્યક્તિ પાસે બાયજૂસ (Byjus) અને વેદાંતુના વિદ્યાર્થીઓનો ડેટા પણ હતો. આ સિવાય 8 મેટ્રો શહેરોમાં કેબનો ઉપયોગ કરતા 1.84 લાખ લોકોનો ડેટા પણ વ્યક્તિ પાસે ઉપલબ્ધ હતો. એટલું જ નહીં, 6 શહેરો અને ગુજરાતના 4.5 લાખ નોકરીયાત લોકોનો ડેટા પણ વ્યક્તિ પાસે ઉપલબ્ધ હતા.
Stormy Daniels: કોણ છે ટ્રમ્પને ભેખડે ભરવનાર પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ? શું કરે છે?
Donald Trump-Stormy Daniels News: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એડલ્ટ ફિલ્મ સ્ટાર સાથેના સેક્સ્યુઅલ રિલેશનને છુપાવવાને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ટ્રમ્પ સાથેના અફેરનો ખુલાસો કરનાર એડલ્ટ સ્ટારનું નામ સ્ટોર્મી ડેનિયલ્સ છે. ટ્રમ્પ પર આરોપો છે કે, તેમણે 2016માં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી લડતા પહેલા સ્ટોર્મી ડેનિયલ્સને પૈસા આપ્યા હતા, જેથી તે કોઈને કંઈ કહે નહીં અને ટ્રમ્પની બદનામી ન થાય. જોકે, સ્ટોર્મી ડેનિયલ્સે થોડા સમય પછી મોઢું ખોલ્યું અને કહ્યું હતું કે, ટ્રમ્પે તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યાર બાદ આ સમાચારે દુનિયા આખીમાં ખળભળાટ મચાવી દીધો હતો.
અમેરિકી મીડિયામાં અહેવાલો છે કે, ટ્રમ્પને પોર્ન-અભિનેત્રી સાથેના તેમના અફેરને છુપાવવા અને તેને ચૂકવણી કરવા બદલ જેલની સજા થઈ શકે છે, કારણ કે ન્યૂયોર્કની મેનહટન ગ્રાન્ડ જ્યુરીએ ગુરુવારે (30 માર્ચ) ટ્રમ્પ પર આરોપ ઘડવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પે હવે તેમની સામેના ગુનાહિત આરોપોનો સામનો કરવા માટે મંગળવારે (4 એપ્રિલ) ન્યૂયોર્ક કોર્ટમાં હાજર થવું પડશે. જો તેમના પર લાગેલા આરોપો સાબિત થઈ જશે તો તેઓ ક્રિમિનલ કેસમાં સજા પામેલા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ હશે.
Ahmedabad: ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ સમયે ખાલિસ્તાની ધમકી આપનાર 3ની ધરપકડ
અમદાવાદ: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ સમયે ખાલિસ્તાની ધમકી આપનાર ત્રણની ધરપકડ કરવામાં આવી છે. એસીપી જે.એમ યાદવે કહ્યું ખાલિસ્તાની ધમકી આપવાને લઈ 9 માર્ચે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ઓડિયો મેસેજ મારફતે ધમકી અપાઇ હતી. તપાસ કરતા એમપીનું કનેક્શન સામે આવ્યું હતું. પોલીસે એમપીમાં તપાસ કરી 13 સીમ બોક્સ જપ્ત કર્યા હતા અને 3 નવા સીમ બોક્સ સાથે 3ની ધરપકડ કરી છે.