Crime News: પ્રેમી પંખીડા માણતા હતા શરીર સુખ, ગામલોકો જોઈ ગયા, બંનેને પકડીને કરાવી દીધા લગ્ન, જાણો શું છે મામલો
Bihar Crime News: બાદ બંનેને વીજળીના થાંભલા સાથે બાંધીને રાતભર ફટકાર્યા હતા. સવારે બંનેના બળજબરીથી લગ્ન કરાવાયા અને ગામમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
Bihar Crime News: બિહારના બેતિયામાં પરિણીતાને મળવા આવેલા પ્રેમીને ગામલોકોએ પકડી લીધો હતો. જે બાદ બંનેને વીજળીના થાંભલા સાથે બાંધીને રાતભર ફટકાર્યા હતા. સવારે બંનેના બળજબરીથી લગ્ન કરાવાયા અને ગામમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ મામલો સુગૌલી ગામનો છે.
પરિણીતાનો પતિ છે દુબઈમાં
મહિલાનો પતિ દુબઈમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. તે વર્ષોથી ઘરે આવ્યો નથી. આ દરમિયાન મહિલાની આંખ ગામના જ યુવક સાથે મળી ગઈ અને બંને પ્રણય ફાગ ખેલવા લાગ્યા. યુવક સેમરા ચૌકમાં મોબાઈલની દુકાન ચલાવે છે. બંને વચ્ચે છ મહિનાથી પ્રેમ પાંગર્યો હતો. બે દિવસ પહેલા પ્રેમી જ્યારે પરિણીતાના ઘરે પહોંચીને શરીર સુખ માણતો હતો ત્યારે ગામલોકોએ બંનેને ઝડપી લીધા.
ગામલોકોએ બંનેને ઘરની બહાર કાઢ્યા
પહેલા પ્રેમીને પકડ્યો અને બાદમાં પ્રેમિકાને પણ ઘરમાંથી કાઢીને બંનેને વીજળીના થાંભલા સાથે બાંધી દીધા. ગુસ્સે ભરાયેલા ગામલોકોએ સવાર સુધી બંનેને બેરહેમીથી ફટકાર્યા. સવાર તતાં જ પ્રેમીના પરિવારજનોનો બોલાવવામાં આવ્યા અને બંનેને બળજબરીથી લગ્ન કરાવી દેવાયા. પ્રેમીએ પરિણીત પ્રેમિકાની માંગમાં સિંદૂર ભર્યુ અને બાદમાં બંનેને ગામમાંથી કાઢી મુકવામાં આવ્યા.
બંને પ્રેમી પંખીડા પરણીત
પ્રેમી પંખીડા પહેલાથી જ પરણીત હતા. બંનેને બાળકો પણ છે. ગામમાંથી કાઢી મુકવામાં આવ્યા મહિલા તેના બાળકોને પણ સાથે લઈ ગઈ છે. હાલ તેઓ ક્યાં છે તેની ચોક્કસ માહિતી નથી મળી. પોલીસ મારપીટના મામલાની તપાસ કરી રહી છે. સરપંચ બબલુ પાસવાને કહ્યું, બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો તેથી લગ્ન કરાવી દીધા.
આ પણ વાંચો......
Mango Festival: જાણો મેંગો મહોત્સવમાં કયા રાજ્યની કઈ કેરી પ્રદર્શનમાં મુકવામાં આવી ?
IPL 2022 Final: જો વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો કેવી રીતે થશે ચેમ્પિયનનો નિર્ણય?
અમદાવાદ: સોલા ભાગવત બ્રિજ પર ટુ-વ્હીલરને કારે મારી ટક્કર, પુલ પરથી નીચે પટકાતા દંપત્તિનું મોત