શોધખોળ કરો

અમદાવાદમાં ક્રૂર હત્યા: જમવામાં કીડી નીકળતા 4 મિત્રોએ ભેગા મળી મિત્રને રહેંસી નાખ્યો

વટવાના સતેજ હોમ્સમાં સડી ગયેલી હાલતમાં લાશ મળતા હત્યાનો ભાંડો ફૂટ્યો. 1 સગીર સહિત 4 આરોપીઓ પોલીસને થાપ આપવા 8 શહેરોમાં ફર્યા, આખરે હરિયાણાથી ઝડપાયા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમદાવાદના વટવામાં ફ્લેટમાંથી દુર્ગંધ આવતા મિત્રની હત્યાનો પર્દાફાશ.
  • જમણમાં કીડી નીકળવા બાબતે થયેલા ઝઘડામાં 4 મિત્રોએ કરી હત્યા.
  • પોલીસે 8 શહેરોમાં ભાગી ગયેલા 4 આરોપીઓની હરિયાણાથી કરી ધરપકડ.
  • મૃતકના મોઢામાં ડૂચો મારી, હાથ-પગ બાંધી, ગળું દબાવી હત્યા કરી.

Ahmedabad Vatva Murder Case: અમદાવાદના વટવા વિસ્તારમાં એક ખૂબ જ ચોંકાવનારી અને રૂવાંડા ઊભા કરી દે તેવી હત્યાનો બનાવ સામે આવ્યો છે. અહીં જમવામાં માત્ર એક કીડી નીકળવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં 4 મિત્રોએ ભેગા મળીને પોતાના જ મિત્રને નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દીધો. વટવાની સતેજ હોમ્સ સોસાયટીના એક ફ્લેટમાંથી ભારે દુર્ગંધ આવતા આ હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં જ આ મર્ડર મિસ્ટ્રી ઉકેલી નાખી છે અને હરિયાણાથી 1 સગીર સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ચાલો જાણીએ આખી ઘટના શું હતી અને કેવી રીતે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા.

ફ્લેટમાંથી આવતી દુર્ગંધે ખોલ્યો હત્યાનો ભેદ

અમદાવાદના વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સતેજ હોમ્સ સોસાયટીમાં ગઈ 27 મેના રોજ એક ફ્લેટમાંથી ખૂબ જ ખરાબ વાસ આવી રહી હતી. આ દુર્ગંધ એટલી હદે હતી કે આસપાસ રહેતા લોકો માટે ત્યાં ઊભા રહેવું અને શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ ગયો હતો. આથી સોસાયટીના ચેરમેને મકાનમાલિકને જાણ કરી. મકાનમાલિકે જ્યારે ફ્લેટ પર આવીને દરવાજો ખોલ્યો, તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. ફ્લેટના બેડરૂમમાં એક યુવકની લાશ પડી હતી, જેના મોઢામાં ડૂચો મારેલો હતો અને હાથ-પગ બાંધેલી હાલતમાં હતા. તરત જ વટવા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો.

મૃતકની ઓળખ અને 4 શંકાસ્પદ મિત્રોની શોધખોળ

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃતકનું નામ ઇમરાન સિંધા હતું, જે મૂળ વડોદરાનો રહેવાસી હતો અને છેલ્લા 2 વર્ષથી પોતાના પરિવારથી અલગ રહેતો હતો. પોલીસે તપાસ કરી કે ઇમરાન સાથે ફ્લેટમાં બીજું કોણ-કોણ ભાડે રહેતું હતું. તપાસમાં 4 નામ સામે આવ્યા: વિરેન્દ્રસિંઘ બધેલ ઉર્ફે વીરુ, ચંદ્રમોહન શર્મા ઉર્ફે ચંદુ, રવિ રકતુ શાહ અને એક સગીર વયનો છોકરો. પોલીસે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ બધાના મોબાઈલ બંધ આવતા હતા. પોલીસને જાણવા મળ્યું કે આ ચારેય જણાએ પોતાના સિમ કાર્ડ તોડીને ફેંકી દીધા છે. આથી પોલીસનો શક પાક્કો થઈ ગયો કે હત્યા આ ચારેયે ભેગા મળીને જ કરી છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ

પોલીસને થાપ આપવા 8 શહેરોમાં ભાગ્યા, અંતે પલવલથી પકડાયા

આરોપીઓને પકડવા માટે વટવા પોલીસ અને ઝોન 8 LCB ની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી. પોલીસથી બચવા માટે આ આરોપીઓ અમદાવાદથી ટ્રાવેલ્સ પકડીને પહેલા જયપુર ભાગ્યા હતા. ત્યારપછી તેઓ જયપુરથી આગ્રા, ફતેહાબાદ, ધોલપુર, મથુરા, ગુરુગ્રામ, વૃંદાવન અને વજીરાબાદ એમ અલગ-અલગ શહેરોમાં પોલીસને થાપ આપવા ભાગતા ફર્યા હતા. પરંતુ તેઓ અમદાવાદ પોલીસથી બચી શક્યા નહીં અને બાતમીના આધારે હરિયાણાના પલવલ ખાતેથી એક ખાનગી બસમાંથી ચારેયને ઝડપી લેવામાં આવ્યા.

'તમે મટન ખાવ છો તો કીડીમાં શું વાંધો છે?' અને થઈ ગઈ હત્યા

પોલીસે આરોપીઓને અમદાવાદ લાવીને કડક પૂછપરછ કરી, ત્યારે હત્યાનું જે કારણ સામે આવ્યું તે સાંભળીને પોલીસ પણ અચંબામાં પડી ગઈ. બન્યું એવું હતું કે, સગીર આરોપીએ ભોજન બનાવ્યું હતું અને તેમાં એક કીડી નીકળી હતી. ઇમરાનના જમવામાં કીડી આવતા તેણે સગીરને બિભત્સ ગાળો બોલવાની શરૂ કરી દીધી. ઝઘડા દરમિયાન ઇમરાને તેમને એમ પણ મહેણું માર્યું કે, "તમે માંસ-મટન ખાવ છો, તો એક કીડીમાં શું તકલીફ છે?"

આ વાત પર ઝઘડો એટલો બધો વણસી ગયો કે સગીર સહિત ચારેય આરોપીઓએ ભેગા મળીને ઇમરાનને માર મારવાનું શરૂ કરી દીધું. ઝપાઝપીમાં કોઈએ રસોડામાંથી એક ભારે વસ્તુ લાવીને ઇમરાનના માથામાં ફટકારી દીધી. ઇમરાન બૂમાબૂમ કરવા લાગ્યો એટલે ચારેયે ભેગા મળીને તેના મોઢામાં ડૂચો મારી દીધો, તેને ઊંધો પાડીને હાથ-પગ બાંધી દીધા અને અંતે ગળું દબાવીને તેની ક્રૂરતાથી હત્યા કરી નાખી. હાલમાં વટવા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને 1 સગીર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને, આ કેસમાં અન્ય કોઈ કારણ કે વ્યક્તિ સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ફિલ્મી દ્રશ્યો: 26 ગુનામાં વોન્ટેડ ધમા બારડનો PI પર પિસ્તોલથી હુમલો, પગમાં ગોળી વાગતા ઝડપાયો

Frequently Asked Questions

અમદાવાદના વટવામાં થયેલી હત્યાનું કારણ શું હતું?

મિત્રના જમણમાં કીડી નીકળવાથી થયેલો નજીવો ઝઘડો હત્યાનું કારણ બન્યો. ઇમરાને સગીર આરોપીને અપશબ્દો કહ્યા અને કીડીમાં વાંધો શું છે તેમ પૂછ્યું.

આ હત્યાકાંડનો પર્દાફાશ કેવી રીતે થયો?

સતેજ હોમ્સ સોસાયટીના એક ફ્લેટમાંથી આવતી ખરાબ દુર્ગંધને કારણે મકાનમાલિકે દરવાજો ખોલ્યો ત્યારે મૃતદેહ મળી આવ્યો.

પોલીસે હત્યાના આરોપીઓને કેવી રીતે ઝડપી પાડ્યા?

પોલીસથી બચવા આરોપીઓ 8 શહેરોમાં ભાગ્યા હતા, પરંતુ બાતમીના આધારે હરિયાણાના પલવલ ખાતેથી ખાનગી બસમાંથી તેમને ઝડપી લેવામાં આવ્યા.

મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ શું હતું અને તે ક્યાંનો રહેવાસી હતો?

મૃતકનું નામ ઇમરાન સિંધા હતું. તે મૂળ વડોદરાનો રહેવાસી હતો અને છેલ્લા 2 વર્ષથી અમદાવાદમાં રહેતો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Advertisement

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget