શોધખોળ કરો

ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ

Gandhinagar POCSO court verdict: માત્ર 5 મહિનામાં પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આરોપીનું જેલમાં મોત થયા બાદ જ લાશ પરિવારને સોંપવા હુકમ, પીડિતાને 10 લાખનું વળતર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ, આરોપીને આજીવન કેદની સજા.
  • નરાધમ આરોપી રામનીત યાદવને જેલમાં જ મોત સુધી સજા.
  • પીડિત બાળકીને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ.
  • પોલીસે 13 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી, 5 મહિનામાં ચુકાદો.

Gandhinagar POCSO court verdict: ગાંધીનગરમાં એક 4 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાખવાના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે એક મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે નરાધમ આરોપી રામનીત યાદવને તેના છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે. ગુનાની ગંભીરતા જોતા કોર્ટે કડક આદેશ કર્યો છે કે આરોપીનું જેલમાં જ મોત થાય તે પછી જ તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવે. આ સાથે પીડિત બાળકીને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ કરાયો છે. પોલીસે આ કેસમાં ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ ફાઈલ કરી હતી અને માત્ર 5 મહિનામાં જ કોર્ટે ન્યાય આપીને સમાજમાં કડક દાખલો બેસાડ્યો છે.

10 દિવસની રેકી બાદ આચર્યું હતું પાપ

બનાવની વિગતવાર વાત કરીએ તો, 15 ડિસેમ્બર 2025 ના રોજ ગાંધીનગરના સેક્ટર 24 ના ઈન્દિરા નગર છાપરા વિસ્તારમાં આ હચમચાવી દેતી ઘટના બની હતી. આરોપી રામનીત યાદવ કરિયાણાની દુકાને આવતો ત્યારે તેની નજર આ બાળકી પર પડી હતી. તેણે આ દુષ્કૃત્ય કરવા માટે 10 દિવસ અગાઉથી જ પ્લાન બનાવ્યો હતો અને સતત ઘરની રેકી કરતો હતો. રાત્રે ઘરમાં ઘૂસીને સૂતેલી બાળકીનું અપહરણ કરી તે નજીકની ઝાડીઓમાં લઈ ગયો હતો. ત્યાં દુષ્કર્મ આચર્યા પછી તે બાળકીને મરેલી સમજીને ત્યાં જ મૂકીને ભાગી ગયો હતો. થોડીવાર પછી બાળકી જીવતી છે કે મરી ગઈ તે જોવા તે પાછો પણ આવ્યો હતો. જોકે, બાળકીની હિંમતને દાદ આપવી પડે કે તે હોશમાં આવતા જ લથડતા પગે ઘરે પહોંચી ગઈ અને પરિવારને આપવીતી જણાવી દીધી, જેનાથી આખા પાપનો ભાંડો ફૂટ્યો.

પોલીસ પર હુમલો અને 13 દિવસમાં ચાર્જશીટ

બનાવની જાણ થતાં જ પોલીસ તરત એક્શનમાં આવી ગઈ હતી. ગુનો કર્યા પછી આરોપી પોતાનું પાપ છુપાવીને વતન બિહાર ભાગી જવાની ફિરાકમાં હતો, પણ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તેને 5 દિવસમાં જ ઝડપી લીધો હતો. આ કેસમાં તપાસ દરમિયાન જ્યારે પોલીસ આરોપીને લઈને ઘટનાસ્થળે 'રિ-કન્સ્ટ્રક્શન' (બનાવનું પુનરાવર્તન) કરવા ગઈ, ત્યારે તેણે પોલીસ પર જ હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પોતાનો બચાવ કરવા અને આરોપીને રોકવા માટે પોલીસે 3 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું, જેમાં આરોપીને પગમાં ગોળી વાગતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ફિલ્મી દ્રશ્યો: 26 ગુનામાં વોન્ટેડ ધમા બારડનો PI પર પિસ્તોલથી હુમલો, પગમાં ગોળી વાગતા ઝડપાયો

ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીના જણાવ્યા મુજબ, પોલીસે અલગ-અલગ એજન્સીઓ અને FSL ની મદદથી મજબૂત વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરી રાત-દિવસ એક કરીને માત્ર 13 દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.

5 મહિના અને 10 દિવસમાં મળ્યો ન્યાય

ગાંધીનગરના જિલ્લા સરકારી વકીલ સુનિલ પંડ્યાએ જણાવ્યું કે, સ્પેશિયલ કોર્ટના જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ અને સ્પેશિયલ પોક્સો જજ એસ.વી. શર્માની કોર્ટમાં આ કેસ માત્ર 5 મહિના અને 10 દિવસમાં જ પૂરો કરવામાં આવ્યો. પોલીસની જડબેસલાક કામગીરી અને મજબૂત પુરાવાઓને આધારે કોર્ટે આરોપીને આકરી સજા ફટકારી સ્પષ્ટ કરી દીધું છે કે આવા ગંભીર ગુનાઓમાં આરોપીને જીવતેજીવ જેલની બહાર આવવાની કોઈ જ તક મળશે નહીં.

આ પણ વાંચોઃ 7 વર્ષથી ગુજરાત અને મુંબઈમાં વેપારીઓને નિશાન બનાવતા બે મહાઠગ ભુજથી ઝડપાયા, આંગડિયાના નામે કરતા છેતરપિંડી

Frequently Asked Questions

ગાંધીનગર POCSO કોર્ટમાં શું ઐતિહાસિક ચુકાદો આવ્યો છે?

ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી રામનીત યાદવને સ્પેશિયલ POCSO કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીનું મોત જેલમાં જ થાય તેવો આદેશ કરાયો છે.

આરોપીએ ગુનો કેવી રીતે આચર્યો હતો?

આરોપીએ 10 દિવસ રેકી કરી, રાત્રે બાળકીનું અપહરણ કરી નજીકની ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બાળકી હોશમાં આવી ઘરે પહોંચતા ગુનો પ્રકાશમાં આવ્યો.

પોલીસે આ કેસમાં કેટલી ઝડપી કાર્યવાહી કરી?

પોલીસે માત્ર 13 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. આરોપીને બિહાર ભાગી જતા પહેલા 5 દિવસમાં જ ઝડપી લીધો હતો.

આ કેસનો ન્યાય કેટલા સમયમાં મળ્યો?

પોલીસની મજબૂત પુરાવા આધારિત કામગીરીને કારણે, કોર્ટે માત્ર 5 મહિના અને 10 દિવસમાં જ આરોપીને આકરી સજા ફટકારી ન્યાય આપ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget