Crime News: છત્તીસગઢમાં બાજીગર સ્ટાઈલમાં પ્રેમિકાની હત્યાઃ પ્રેમીએ પ્રેમિકા પાસે લખાવી સુસાઈડ નોટ, માણ્યું શરીર સુખ ને પછી........
આ હત્યાની સ્ટોરી શાહરૂખ ખાનની ફિલ્મ બાઝીગરની સ્ટોરી જેવી જ છે. જાંજગીર ચાંપા પોલીસે આ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે.
Crime News: છત્તીસગઢના જાંજગીર ચંપા જિલ્લામાં પ્રેમ પ્રકરણ અને હત્યાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક બોયફ્રેન્ડે 12 વર્ષ અને 7 મહિનાની ગર્લફ્રેન્ડ પર બળાત્કાર કરી તેની હત્યા કરી નાખી અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેણે ગર્લફ્રેન્ડ પાસે સુસાઇડ નોટ લખાવી અને હત્યા કર્યા બાદ પ્રેમિકાના ખિસ્સામાં મૂકી દીધી.
ફિલ્મ બાઝીગરની મળતી આવતી સ્ટોરી
આ હત્યાની સ્ટોરી શાહરૂખ ખાનની ફિલ્મ બાઝીગરની સ્ટોરી જેવી જ છે. જાંજગીર ચાંપા પોલીસે આ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે. જૈજૈપુર પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ સતપથીએ જણાવ્યું, આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેની ગર્લફ્રેન્ડ દ્વારા લખેલી સુસાઇડ નોટ લખાવી હતી. આરોપી યુવકે ગર્લફ્રેન્ડને એમ કહીને પોતાના વિશ્વાસમાં લીધી હતી કે જો સાથે રહી શકતા નથી તો સાથે મરી શકીએ છીએ. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી યુવકે જણાવ્યું કે પ્રેમિકાના ઘરના લોકોને પ્રેમ પ્રકરણની ખબર પડી હતી.
કેવી રીતે પડી ખબર
મામલો જાંજગીર ચંપા જિલ્લાના જૈજૈપુર પોલીસ સ્ટેશનનો છે. 2 માર્ચના રોજ યુવતીના પરિવારે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસ તપાસમાં લાગી ગઈ અને 3 માર્ચે ગામના તળાવમાંથી અજાણી લાશ મળી આવી. આ માહિતી મળતાં પોલીસ પહોંચી હતી અને પોલીસને મૃતદેહની સાથે એક સુસાઈડ નોટ મળી આવી હતી. આ પછી પોલીસે ડોક્ટરોની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે સગીરા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.
ગેરમાર્ગે દોરવા બનાવી યોજના
પોલીસે આ મામલે વધુ તપાસ કરતાં સગીર યુવતીને ગામમાં જ એક બોયફ્રેન્ડ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે 21 વર્ષીય જવાહર ચંદ્રને કસ્ટડીમાં લીધો હતો. પોલીસને ગેરમાર્ગે દોરવા યુવકે પોતાના હાથ પર યુવતીના નામનું ટેટૂ કરાવ્યું હતું અને મોબાઈલ ગિરવે રાખ્યો હતો. પોલીસે યુવકની કડક પૂછપરછ કરતાં તેણે આરોપ સ્વીકાર્યો હતો. યુવકે કહ્યું કે યુવતી સગીર છે, તેથી જો તે ભાગી ગયો હોત તો પોલીસ કેસ થાત. તેથી તેના પર બળાત્કાર કરી હત્યા કરી નાંખી.