Crime News: રાજસ્થાનમાં થયો શ્રદ્ધા જેવો હત્યાકાંડ, પ્રેમિકાથી છુટકારો મેળવવા પ્રેમીએ કર્યો આવો ખતકનાક કાંડ
22 જાન્યુઆરીએ યુવતિ તેના સાસરે જવાનું કહીને ઘરેથી નીકળી હતી, પરંતુ તે મોડી સાંજ સુધી તેના સાસરે પહોંચી ન હતી.
Rajasthan Crime News: રાજસ્થાનના નાગૌરમાંથી એક હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીંના એક યુવક પર તેની પ્રેમિકાની હત્યા કરીને તેના ટુકડા કરવાનો આરોપ છે. પોલીસ સામે આરોપીએ આપેલા નિવેદન મુજબ યુવતિના મૃતદેહના કેટલાક ભાગો મળી આવ્યા છે. હવે પોલીસ આ આરોપીનો નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે પ્રેમીએ કથિત રીતે તેની પ્રેમિકાથી છુટકારો મેળવવા માટે તેની હત્યા કરી હતી. લોકો આ ઘટનાને દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસ જેવી ગણાવી રહ્યા છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
ગર્લફ્રેન્ડના શરીરના ભાગો પોલીસે કર્યા કબ્જે
22 જાન્યુઆરીએ નાગૌરના શ્રીબાલાજી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બાલાસરમાંથી એક પરિણીત મહિલા ગુમ થઈ ગઈ હતી. હત્યા બાદ આરોપીઓએ તેના મૃતદેહના ટુકડા અલગ અલગ જગ્યાએ મુકી દીધા હતા. નાગૌરના બલવા રોડ પાસે એક નિર્જન સ્થળેથી પોલીસે આરોપીની ઓળખ પર મહિલાના શરીરના કપડાં, વાળ અને કેટલાક અવશેષો મેળવી લીધા હતા.
પોલીસ મૃતદેહના તમામ ટુકડાઓ મેળવી શકી નથી
પોલીસની કડક પૂછપરછ બાદ આરોપીએ જણાવ્યું કે તેણે ડેરવા ગામ પાસેના કુવામાં લાશનો બાકીનો ભાગ નાખ્યો હતો. આ પછી, પોલીસ અધિકારીઓએ અજમેરથી SDRF ટીમને બોલાવી અને આરોપીના કહેવા પર ઘટનાસ્થળે પહોંચી. આ સિવાય 100થી વધુ જવાનોએ હત્યાના સ્થળે ગાઢ જંગલોમાં લાશની શોધખોળ કરી હતી. ડ્રોનની મદદ લીધા બાદ પણ મૃતદેહના તમામ અંગો મળ્યા ન હતા.
પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, તેની પુત્રી ગુડ્ડી 22 જાન્યુઆરીએ તેને તેના સાસરે જવાનું કહીને ઘરેથી નીકળી હતી, પરંતુ તે મોડી સાંજ સુધી તેના સાસરે પહોંચી ન હતી. બે દિવસ રાહ જોયા પછી તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જોકે બાદમાં પોલીસે શરીરના અંગો કબજે કર્યા હતા. પહેલા તો પોલીસને લાગ્યું કે મૃતદેહને કૂતરાઓએ કરડી ખાધો છે, જોકે બાદમાં આરોપીઓએ લાશના ટુકડા કર્યાની કબૂલાત કરી હતી.
આરોપીએ ગુનો કબૂલી લીધો
પૂછપરછ દરમિયાન આરોપીએ મૃતકના શરીરના ટુકડા કરી અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધાની કબૂલાત કરી હતી. ઈન્ડિયા ટુડે અનુસાર, તેણે દાવો કર્યો કે ગુડ્ડીએ તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું અને તેના કારણે તેણે તેની હત્યા કરી. આરોપીએ વધુમાં જણાવ્યું કે તેની હત્યા કર્યા બાદ તેણે ગુડ્ડીના શરીરના અંગોને ડેરવા ગામમાં કુલ 10 કૂવામાં ફેંકી દીધા હતા. જોકે, ઘણા દિવસોની શોધખોળ બાદ પણ પોલીસ લાશ શોધી શકી ન હતી. બાદમાં જાણવા મળ્યું હતું કે આરોપી પોલીસને ગેરમાર્ગે દોરતો હતો. આરોપીનો પોલીગ્રાફ ટેસ્ટ જયપુરમાં કરવામાં આવશે.