Crime News: સાયલા તાલુકાના ગુંદીયાવાડા ગામની સીમમાંથી માનવ કંકાલ મળતાં ચકચાર
કરોડરજ્જુ, પાસળી સહિતના પગના હાડકા સાથેનું માનવ કંકાલની સાથે ગળામાં પહેરવાનું માદળિયું પણ મળી આવ્યું હતું. આ અવશેષોને રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
Surendranagar Crime News: સાયલા તાલુકાના ગુંદીયાવાડા ગામની સીમમાં આવેલા જંગલમાંથી સળગી ગયેલી હાલતમાં માનવ કંકાલ મળ્યું છે. રાજસ્થાની લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા માનવ ખોપરી તથા કરોડરજ્જુ, પાસળી સહિતના પગના હાડકા સાથેનું માનવ કંકાલની સાથે ગળામાં પહેરવાનું માદળિયું પણ મળી આવ્યું હતું. આ અવશેષોને રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા કોઈપણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ત્રી કે પુરુષ ગુમ થયા હોય તો પોલીસ સ્ટેશન ધજાળા ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે.
ગત વર્ષે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર પડધરીની સીમમાંથી માનવ કંકાલ મળી આવ્યું હતું. જેનો પોલીસે થોડા જ દિવસોમાં ભેદ ઉકલી નાંખ્યો હતો. પ્રેમ પત્નિ અને ઘરકંકાસમાં આ હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું.પોલીસે હત્યા કરનાર હોટેલના મેનેજરને પકડીને આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
સળગેલી હાલતમાં પડેલો આ મૃતદેહ કઇ રીતે અહીં પહોંચ્યો ? પોલીસ આ કેસની તપાસ આસપાસના સીસીટીવી ફુટેજ જોતા એક કાર શંકાસ્પદ હાલતમાં મળી અને કારના નંબરની ચકાસણી કરતા આ કાર રાજકોટની હોટેલ પાર્ક ઇનમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મેહુલ ચોટલીયાની હોવાનું સામે આવ્યું હતું. મેહુલે હત્યા કરી હોવાની પોલીસને શંકા જતા તેઓએ પુછપરછ શરૂ કરી જેમાં મેહુલ ભાંગી પડ્યો હતો અને આ હત્યા પોતે કરી હોવાની કબૂલાત આપી હતી. જે લાશ મળી હતી તે એક આશરે 25 વર્ષીય મહિલા અલ્પા ઉર્ફે આઇશા મકવાણાની છે અને તે તેની પત્નિ તરીકે રહેતી હતી અને પોતે જ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે મેહુલ ચોટલીયાની ધરપકડ કરી હતી.
પોલીસના કહેવા પ્રમાણે મેહુલ અને મૃતક અલ્પા છેલ્લા દોઢ વર્ષથી પતિ પત્નિની જેમ રહેતા હતા. મેહુલ પર અગાઉ ઇમોરલ ટ્રાફિક હેઠળ ગુનો નોંધાયેલો છે. હોટેલના મેનેજર હોવાને કારણે અલ્પા અમદાવાદથી મેહુલની હોટેલમાં અવારનવાર આવતી હતી જેના કારણે મેહુલ અને અલ્પા વચ્ચે મિત્રતા થઇ હતી, મેહુલના છૂટાછેડા થયા હોવાથી આ બંન્ને પતિ પત્નિની જેમ રહેવા લાગ્યા હતા. મય જતા મેહુલ તેના પિતા અને ભાઇના સોશિયલ મીડિયામાં સ્ટેટસ રાખતો હતો જેના કારણે અવારનવાર મેહુલ અને અલ્પા વચ્ચે ઝઘડો થતો હતો. જેનો ખાર રાખીને ગત 6 ઓક્ટોબરના રોજ મેહુલે અલ્પાની ગળેટૂંપો આપીને હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ લાશને એક બેગમાં પેક કરીને પડધરી નજીક ખામટા ગામની સીમમાં લાકડાંથી સળગાવી દીધી હતી.