Crime News: બાયડના નવા ઊંટરડામાં પતિએ ગ્રાઈન્ડરથી પત્નીનું ગળું કાપી નાંખ્યું, બાદમાં પોતે પણ કરી લીધો આપઘાત
Aravalli News: આ અંગે આંબલિયારા પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનાનું કારણ હજુ સુધી અકબંધ છે.

Crime News: અરવલ્લી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ખુદ આપઘાત કરી લીદો હતો. બાયડના નવા ઊંટરડામાં પતિએ રસોઈ પડેલા ગ્રાઈન્ડરથી પત્નીનું ગળું કાપી નાખ્યું હતું. નિવૃત્ત શિક્ષક પતિએ પત્ની કુસુમબેનની કરપીણ હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો. ઘટનાના પગલે ગામમાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે આંબલિયારા પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનાનું કારણ હજુ સુધી અકબંધ છે.
ડિસેમ્બર 2022માં આવો જ કિસ્સો દહેગામમાં સામે આવ્યો હતો. દહેગામના પાલૈયા ગામમાં દંપતી વચ્ચે ચાલતા ઘરકંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં પતિએ ગ્રાઈન્ડર મશીનથી પત્નીનું ગળું કાપી કરપીણ હત્યા કરી હતી. આ હત્યાને અંજામ આપ્યા પછી પતિએ પણ જાતે ગ્રાઈન્ડર મશીન પોતાના ગળાના ભાગે ફેરવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતાં દહેગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.આરોપી પતિએ તેના પત્ની પર શંકાઓ રાખી ગુનો આચર્યું હોવાનું સામે આવ્યું હતું.
દહેગામમાં રહેતા સોહિલસિંહ ચૌહાણ 15 ડિસેમ્બર, 2022ના રોજ બપોરના સમયે જમીને પાર્લર પર ગયા હતાં. તે સમયે ઘરે માતા-પિતા, કાકા-કાકી સહીત ઘરના સભ્યો હાજર હતાં. બપોરે દોઢેક વાગ્યાની આસપાસ તેમના ભાભીને તેમના પર ફોન આવ્યો હતો કે, તમે ઘરે જલ્દીથી આવો. જેથી સોહિંલસિંગ તાત્કાલિક ઘરે પહોચ્યા હતાં. જ્યાં તેમના ઘરની બહાર લોકો એકઠા થયાં હતાં. જ્યારે તેમણે ઘરમાં જઇને જોયું તો તેમના માતા લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યા હતાં અને પિતાના હાથમાં લોહીથી લથપથ ગ્રાઈન્ડર મશીન હતું. પિતાના ગળાના ભાગે પણ ઇજાના નિશાન જોવા મળ્યા હતાં. જે અંગેની જાણ 108ને કરતાં આવીને તેમના માતાને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પિતાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.





















