Crime News: સુરતમાં પોલીસે ચાર કરોડ રૂપિયાના MD ડ્રગ્સ મામલે ચારની કરી ધરપકડ
સુરતના અમરોલીના કોસાડ આવાસ અને પાંડેસરામાંથી ઝડપાયેલ 4 કરોડના એમડી ડ્રગ્સ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી હતી.
સુરતઃ સુરતના અમરોલીના કોસાડ આવાસ અને પાંડેસરામાંથી ઝડપાયેલ 4 કરોડના એમડી ડ્રગ્સ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. મળતી જાણકારી અનુસાર, સુરત ક્રાઈમ બ્રાંચે મુંબઈથી પેડલર ફૈસલ અબ્દુલ ખાલીક મોમીન, વાસીફ અબ્દુલ હમીદ ચૌધરી, સાગર કૈલાશચંદ્ર પાલ અને અનિકેત પ્રકાશ શીંદેની ધરપકડ કરી છે. ક્રાઇમબ્રાંચે આરોપીઓ પાસેથી 3.50 લાખની રોકડ અને 6 મોબાઇલ 77 હજારની કિંમતની વસ્તુઓ કબજે કરી છે. વાસીફ અને ફૈસલ મોમીન બાળપણના મિત્રો છે અને બંને એમડીનું વેચાણ કરતા હતા.
તો આ તરફ અનિકેત અને ચંદન વાસીફના મિત્રો છે અને પહેલા ત્રણેય કેટરીંગનું કામ કરતા હતા. ચંદન અને અનિકેત એમડી વેચાણ કરવા માટે વાસીફનો સંપર્ક કરતા હતા. વાસીફ એમડીનો માલ ફૈસલ પાસેથી મંગાવી આપી સપ્લાય કરતા હતા.
Crime News: પત્નીએ પ્રેમસંબંધમાં આડખીલી રૂપ બનતાં પતિને કાંટો કાઢવા પ્રેમી સાથે મળી કર્યું આવું કારનામું, વાંચીને રૂંવાડા ઉભા થઈ જશે
Surat Crime News: સુરતના જહાંગીરપુરામાં પતિનો કાંટો કાઢવા પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું. પ્રેમીને બોલી પતિને ગળા પર કટર ફેરવી પત્નીએ હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ પતિને સમયસર સારવાર મળી જતાં બચાવ થયો હતો. જહાંગીરપુરા પોલીસે આરોપી પ્રેમી અને પત્નીની ધરપકડ કરી છે.
શું છે મામલો
સુરતના રાંદેર-અંબિકા નગર સોસાયટીમાં રહેતા અને નાનપુરામાં કાપડની દુકાનમાં નોકરી કરતાં પુરુષને ગત મંગળવારે બપોરે ત્રણ વાગ્યે જહાંગીરપુરા, વૈષ્ણોદેવી સ્કાય પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં બોલાવી પત્નીએ પ્રેમી સાથે મળી કટરના બે ઘા મારી ગળું ચીરી નાંખવાની કોશિશ કરી હતી. સ્થાનિક લોકોએ યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવક લોહીલુહાણ થઈ જશે તેમ માની પ્રેમી ત્યાંથી ભાગી ગયો હતો. સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયો હતો.
પત્નીના પ્રેમસંબંધની જાણ પતિને થઈ ગઈ હતી. પત્ની તેના પ્રેમી સથે ઘર સંસાર માંડવા અધીરી બની હતી. જેથી તેણે પ્રેમી સાથે મળી પતિની હત્યાનો કારસો રચ્યો હતો
ડોનાલ્ડ ટ્રમ્પની Twitter પર થઈ વાપસી, મસ્કે જણાવ્યું કેમ ફરી એકાઉન્ટ કરવામાં આવ્યું રિસ્ટોર
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ટ્વિટર પર પાછા ફર્યા છે. ટ્વિટરના નવા માલિક એલોન મસ્કે ટ્વિટ દ્વારા આની જાહેરાત કરી છે. એક દિવસ પહેલા, મસ્કે ટ્વિટર પર વપરાશકર્તાઓને પૂછ્યું હતું કે શું ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવું જોઈએ. મતદાનના પરિણામોની વાત કરીએ તો 52 ટકા લોકોએ ટ્રમ્પના ખાતાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી. જ્યારે 48 ટકા લોકો તેની વિરુદ્ધ દેખાયા હતા.