શોધખોળ કરો
દમણઃ યુવકે છેડતી કરતાં સગીરાએ પિતાને કરી દીધી જાણ ને પછી.....
બે દિવસ પહેલા મૃતક સંતોષે કંસ્ટ્રક્શન સાઇટ પર કામ કરતી સગીરાની છેડતી કરી હતી. આ અંગે તેણે પિતાને જાણ કરી દેતાં પરિવારના સભ્યોએ યુવકની હત્યા કરી નાંખી હતી.

પ્રતિકાત્મક તસવીર.
દમણઃ સંઘપ્રદેશ દમણમાં સગીરાની છેડતી કરનાર યુવકને સગીરાને પરિવારજનોએ ઢોર માર મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. દમણના ડાભેલ વિસ્તારમાં મિસ્ત્રીનું કામ કરતા યુવકને ઢોર માર મારતા મોત નીપજ્યું હતું. સગીરાની છેડતી બાબતે થયેલ ઝઘડો મોતનું કારણ બન્યું છે. દમણ પોલીસે ગણતરીના સમયમાં જ 6 આરોપીને ઝડપી લીધા છે. આ અંગેની વિગતો એવી છે કે, ગુરુવારે સવારે ડાભોલમાં ધેલવાડ ફળિયા ખાતે આવેલા ધર્મિષ્ઠા પાર્કમાં રહેતા બિહારી યુવક સંતોષ બ્રિજેશ ભૈઠાને સગીરાના સંબંધીઓએ મળવા માટે બોલાવ્યો હતો. સંતોષને ધેલવાડ ફળિયાની એક ઝુંપડીમાં લઈ જઈને સગીરાના પરિવારના 10 જેટલા લોકોએ છેડતી બાબતે ઢોર માર માર્યો હતો. તેમજ આ પછી તેને ટેમ્પામાં ભરીને હોટલની પાછળના ભાગમાં ફેંકી દીધો હતો. આ અંગે કોઈ 108ને જાણ કરતાં તેને મરવડ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. દમણ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી 6 આરોપીઓને ઝડપી લીધા છે. નોંધનીય છે કે, બે દિવસ પહેલા મૃતક સંતોષે કંસ્ટ્રક્શન સાઇટ પર કામ કરતી સગીરાની છેડતી કરી હતી. આ અંગે તેણે પિતાને જાણ કરી દેતાં પરિવારના સભ્યોએ યુવકની હત્યા કરી નાંખી હતી.
વધુ વાંચો





















