Dang : જંગલમાં પ્રેમીએ પ્રેમિકા સાથે માણ્યું શરીરસુખ, પછી તેના 8 મિત્રોએ પણ સંબંધ રાખવા કરી માંગ ને પછી તો.....
દુષ્કર્મના 3 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રેમીએ બીજા બે મિત્રો સાથે પ્રેમિકા પર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ થઈ છે. કુલ નવ મિત્રો દુષ્કર્મ કરવાના હતા એવી ફરિયાદ થતાં તમામ પકડાયા છે.
ડાંગઃ આહવા તાલુકાના એક ગામમાં પ્રેમી અને તેના મિત્રો દુષ્કર્મની ફરિયાદ થતાં ખળભળાટ મચી ગયો છે. દુષ્કર્મના 3 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રેમીએ બીજા બે મિત્રો સાથે પ્રેમિકા પર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ થઈ છે. કુલ નવ મિત્રો દુષ્કર્મ કરવાના હતા એવી ફરિયાદ થતાં તમામ પકડાયા છે.
આ અંગેની મળતી વિગતો પ્રમાણે, આહવાની સગીરાની માતાએ આરોપીઓ સામે દુષ્કર્મની ફરિયાદ કરતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પકડી પાડ્યા છે. જોકે, આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ચકચારી ઘટનાની વિગતો એવી છે કે, ભોગ બનનાર સગીરા ત્રણ મહિના પહેલા બાજુના ગામમાં લગ્ન પ્રસંગે ગઈ હતી. લગ્ન પ્રસંગ પૂરો થતાં તેની સાથે આવેલી સગરી અને તેનો મિત્રો બાઇક લઈને નીકળી ગયા હતા. આ પછી સગીરા અને તેનો પ્રેમી પરત આવવા નીકળ્યા હતા.
આ સમયે પ્રેમીએ ઘરે મુકવા આવવાના બદલામાં શરીરસંબંધની માંગ કરી હતી. જે માટે તૈયાર થતાં જંગલમાં જ બંનેએ શરીરસુખ માણ્યું હતું. દરમિયાન રસ્તામાં પ્રેમીના આઠ મિત્રો મળી ગયા હતા અને તેમમે પણ સગીરા સાથે શારીરિક સંબંધની માંગ કરી હતી. જોકે, સગીરાએ આ માટે ઇનકાર કરી દીધો હતો.
આમ છતાં તેના મિત્રો તેને ખેંચીને જંગલમાં લઈ ગયા હતા તેમજ બે મિત્રોએ વારા ફરતી દુષ્કર્મ ગુજાર્યો હતો. તેમજ આ સમયનો વીડિયો ઉતાર્યો હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, આસપાસથી લોકો આવી જતાં આ તમામ મિત્રો નાસી છૂટ્યા હતા. બીજી તરફ સગીરાને આ અંગે કોઈને કહેશે તો મારી નાંખવાની ધમકી આપી હતી.
આ ઘટનાના એક અઠવાડિયા પછી આ શખ્સોએ સગીરા સાથે દુષ્કર્મનો વીડિયો વાયરલ કરી દીધો હતો. જેની જાણ સગીરાને થતાં તેણે પોતાની માતાને આ અંગે વાત કરતાં સગીરાની માતાએ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે ગુનો નોંધીને તમામ આરોપીઓને પકડી પાડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.