Kheda: ખેડામાં નહેરમાંથી મહિલા અને બાળકના મૃતદેહ મળી આવ્યા, પોલીસે શરૂ કરી તપાસ
ખેડા: લાડવેલ પાસે નહેરમાં પડેલ પરિવારમાંથી મહિલા અને એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. તમને જણાવી દઈએ કે, પતિ,પત્ની અને બે બાળકોએ નર્મદાની નહેરમાં ઝંપલાવ્યું હતું.
ખેડા: લાડવેલ પાસે નહેરમાં પડેલ પરિવારમાંથી મહિલા અને એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. તમને જણાવી દઈએ કે, પતિ,પત્ની અને બે બાળકોએ નર્મદાની નહેરમાં ઝંપલાવ્યું હતું. કઠલાલના અપ્રુજી પાસે નહેરમાંથી મહિલા અને બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આશાબેન ઝાલા ઉંમર વર્ષ 28 અને બાળક મયંક ઉંમર વર્ષ 3નો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે કઠલાલ પોલીસે જાણવાજોગ દાખલ કરી તપાસ હાથ ધરી છે. મૃતદેહને સરકારી હોસ્પિટલે પોસ્ટ મોર્ટમ માટે લાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, જે પરિવારે અગમ્ય કારણોસર નહેરમાં ઝંપલાવ્યું હતું તે પરિવારના મોભીને બચાવી લેવામાં આવ્યા હતા.
અરવલ્લીમાં રેલવે ટ્રેક પર યુવકનો કચડાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર
શામળાજીના દહેગામડા જગાપુર પાસેના રેલવે ટ્રેક પર યુવકનો કચડાયેલ મૃતદેહ મળી આવ્યો છે. રેલવે ટ્રેક પર અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. યુવકના મોતનું કારણ અને પરિજનોની ભાળ મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે યુવકે આત્મહત્યા કરી છે કે હત્યા થઈ છે તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.
બિહારના છપરા દારૂકાંડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો
બિહારના છપરાના બિહાર ઝેરી દારૂ કેસના માસ્ટરમાઇન્ડની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ઘણા દિવસોથી કથિત માસ્ટરમાઇન્ડ રામ બાબુને શોધી રહી હતી. તે બિહારથી ભાગી ગયો હતો અને દિલ્હીમાં છુપાયો હતો, જ્યાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
છપરામાં દારૂ પીવાથી લગભગ 77 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે જ સમયે, દારૂ પીનારા અન્ય ઘણા લોકોની હાલત ઘણા દિવસો સુધી ખરાબ રહી હતી. આ કેસની તપાસમાં લોકો જે દારૂ પીતા હતા તે ઝેરી હોવાનું બહાર આવ્યું હતું. તેની ખરીદી અને વેચાણ ગુપ્ત રીતે કરવામાં આવતું હતું. સરકાર લોકોના મોતની તપાસ હેઠળ હતી. આ કેસમાં બિહાર પોલીસે રાજ્યના અનેક સ્થળોએથી જ કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી.
કેમિકલ ઉમેરી દારૂ બનાવવાનો આરોપ
તપાસમાં જાણવા મળ્યું કે રામ બાબુ આ છપરા લટ્ઠાકાંડ દુર્ઘટનાનો માસ્ટરમાઇન્ડ છે. રામ બાબુ પર કેમિકલ ઉમેરીને દારૂ બનાવવાનો આરોપ છે. પોલીસ તેને શોધી રહી હતી. હવે તેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે.