શોધખોળ કરો

Crime News: રાજકોટમાં ગુમ થયેલી બાળકીની મળી લાશ, દુષ્કર્મ બાદ પથ્થરોના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની આશંકા

Crime News: ગુરુવારે રાજકોટમાંથી ગુમ થયેલી બાળકી અંગે દુખદ સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે બાળકીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી, હવે આજે બાળકીની લાશ અવાવરૂ જગ્યાએથી મળી આવી છે.

Crime News: ગુરુવારે રાજકોટમાંથી ગુમ થયેલી બાળકી અંગે દુખદ સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે બાળકીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી, હવે આજે બાળકીની લાશ અવાવરૂ જગ્યાએથી મળી આવી છે. જે બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. રાજકોટ પોલીસ અને રેલવેના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર  પહોંચ્યા હતા. ભક્તિનગર રેલવે સ્ટેનશન પાસે આવેલી અવાવરું જગ્યામાંથી લાશ મળી આવી હતી.

પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. પથ્થરોના ઘા મારીને બાળકીની હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે. આ ઉપરાંત બાળકી પર રેપ થયાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટના ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસે આવેલ જંગલ જેવા વિસ્તારમાંથી બાળકીની પથ્થરોના ઘા મારી હત્યા કરાયેલી લાશ મળી છે.

રાજકોટ શહેરની મધ્યમાં 50 એકર કરતા વધારે જગ્યામાં રેલવેની જાળી જાખડા વાળી અવાવરું જગ્યા પડેલી છે. બાળકીના પિતા ઘટનાસ્થળે પહોંચ્યા અને બાળકીને ઓળખી બતાવી હતી. ડીસીપી સુધીરકુમાર દેસાઈ સહિતના અધિકારીઓ હાલ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ તો તાગ મેળવી રહ્યા છે. તો બીજી તરફ બનાવને લઈને એફએસએલની ટીમ અને ડોગ થોડીવારમાં પહોંચશે.

સોની પરિવારની બાળકી લક્ષ્મીનગરમાંથી ગઈકાલે આઠ વાગ્યે ગુમ થઈ હતી. માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં આજે બપોરે ગુમ થયાની અરજી પરિવારજનોએ દાખલ કરી હતી. અલગ અલગ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટના ડીસીપી સુધીરકુમાર દેસાઈએ નિવેદન આપ્યું છે. બાળકીનું મોઢું છુંદેલી હાલતમાં જોવા મળી રહેલું છે. બાળકીનું ફોરેન્સિક પીએમ કરવામાં આવશે. બાળકી સાથે કોઈ અઘટિત ઘટના બની છે કે કેમ તે બાબતે ફોરેન્સિક પીએમ કરવામાં આવશે. તો બીજી તરફ બાળકની મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે. આ ઉપરાંત રાજકોટમાં વધી રહેલા ગુન્હાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.

રાજકોટમાં એક પરિવાર અંધશ્રદ્ધાનો શિકાર બન્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં રહેતા અરુણ સાપરિયા ઉર્ફે ગુરજી ભુવાએ એક પરિવાર પાસેથી આઠ લાખ રૂપિયા પડાવી લીધાનો આરોપ લાગ્યો છે. મનહર પ્લોટમાં રહેતા એક વ્યક્તિએ ભુવા વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી. જેમાં અરજી કરનારે લખ્યું હતું કે અમારા પરિવારમાં મુશ્કેલીઓ આવતી હોવાના કારણે અમે અરુણ સાપરિયા નામના ભુવાના સંપર્કમાં આવ્યા હતા. આ ભુવાએ અમને કહ્યું હતું કે તમારુ કામ અધુરુ છે તમારે દારૂ, મટન અને કુંવારી છોકરી આપવી પડશે.

જોકે અરજીમાં કહેવામાં આવ્યું છે કે ભુવાએ ટૂકડે ટૂકડે તેમની પાસેથી આઠ લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા પરંતુ અમારુ કામ ના થતા અમે તેની પાસેથી અમારા રૂપિયા પરત માંગ્યા હતા. જોકે ભુવાએ અમને કામ કરી આપવાના બદલામાં દારૂની બોટલ, મટન અને કુંવારી છોકરીની માંગ કરી હતી. અમે અમારા રૂપિયા પરત માંગતા ભુવાએ રૂપિયા પરત આપવાની ના પાડી હતી. એટલું જ નહી અમને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. ભોગ બનનારે કહ્યું હતું કે ભુવાએ અમારી સાથે છેતરપિંડી કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget